Vasant Panchami solemnisation  astatine  Dwarka Jagat mandir

દ્વારકા: આજે વસંત પંચમીના (Vasant Panchami) પર્વની પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આજે જગત મંદિર ખાતે (celebration astatine Dwarka temple) વસંત પંચમીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જગત મંદિરમાં હરિયાળી સજાવટ સાથે ઠાકોરજીને ઠંડા ભોગ અર્પણ કરવામાં આવ્યા હતા.

ગર્ભ ગૃહમાં આંબાના વૃક્ષનું રોપણ

આજે વસંત પંચમીની દ્વારકા જગત મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આજે જગત મંદિર બપોરે 1 વાગ્યાથી 2:30 વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવ્યું હતું. આજે મંદિરમાં હરિયાળી સજાવટ સાથે ઠાકોરજીને ઠંડા ભોગ અર્પણ કરવામાં આવ્યા હતા. વસંત પંચમીના ઉત્સવના દિવસે ભગવાન દ્વારકાધીશ મંદિરમાંના ગર્ભ ગૃહમાં પૂજારી પરિવાર દ્વારા એક આંબાનું વૃક્ષને રોપવામાં આવ્યું હતું.

આપણ વાંચો: અભ્યાસમાં નબળા હોય તો વસંત પંચમીના દિવસે વિદ્યાર્થીઓ કરે આ ઉપાય, ફાયદો થશે

ભગવાનનો વિશેષ શૃંગાર

આજથી વસંત ઋતુની શરૂઆતના પર્વના દિવસે ભગવાન દ્વારકાધીશને શ્વેત વાઘા પરિધાન કરાવવામાં આવ્યા હતા. ભગવાન દ્વારકાધીશ મસ્તકે શ્વેત કુલેર મુકુટ તથા મોરપંખની ચંદ્રિકા સહિતનો શૃંગાર કરવામાં આવ્યો હતો. આજે બપોરે બે વાગ્યે ઠાકોરજીને અબીલ ગુલાલના શુકન કર્યા બાદ ઉત્સવ આરતી યોજાઇ હતી. વસંત પચમીના પર્વે બપોરે 1.30 થી 2.30 સુધી ઉત્સવ દર્શનનો લાભ શ્રદ્ધાળુઓને મળ્યો હતો.

કૃષ્ણ જન્મભૂમિ પર વસંત ઉત્સવની ઉજવણી

દ્વારકા ઉપરાંત શ્રી કૃષ્ણ જન્મભૂમિ પર વસંત ઉત્સવ ઉજવવામાં આવતો હતો અને હવે વ્રજમાં 40 દિવસની હોળીના પર્વની શરૂઆત થઈ ગઈ છે. આ સમય દરમિયાન રંગભરી એકાદશી સુધી ભગવાન સાથે અબીર ગુલાલની હોળી રમાશે. વસંત પંચમી પર, સમગ્ર મંદિરમાં પીળા રંગની સજાવટ અને પીળા વસ્ત્રોનો શણગાર આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને