આજના સમયમાં WhatsApp એક ખૂબ જ મહત્વની એપ્લિકેશન બની ગઈ છે. દુનિયાના 3.5 અબજથી વધુ લોકો તેમના સ્માર્ટફોન પર આ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. ચેટિંગની સાથે આ એપ્પનો ઉપયોગ વોઇસ કોલિંગ અને વિડીયો કોલિંગ માટે પણ ખૂબ જ થાય છે. WhatsApp તેના લાખો ગ્રાહકોને સુરક્ષા અને ગોપનીયતા સંબંધિત વિવિધ સુવિધાઓ પ્રદાન કરે છે.
જો આપણે કોઈને નોર્મલ કોલ કરીએ છીએ તો તે કોલનું રેકોર્ડિંગ થવાનું જોખમ રહેલું છે. આવી સ્થિતિમાં અમુક ગુપ્ત વાતોને કરી શકાતી નથી, આથી લોકો વોટ્સએપ કોલનો ઉપયોગ કરે છે. વોટ્સએપમાં અત્યાર સુધી કોલ રેકોર્ડિંગનું ફીચર ઉપલબ્ધ નહોતું. ઘણા યુઝર્સે આ માટે માંગ કરી હતી કે વ્હોટ્સએપ આટઆટલા સુરક્ષા ફીચર આપતુ હોય તો તેણે કોલ રેકોર્ડીંગનું પણ ફીચર આપવું જોઇએ.
WhatsApp ઘણા દેશોમાં વોઇસ અને વિડીયો કોલ્સને સપોર્ટ કરે છે, તેથી જો તમારે સલામતી અથવા સંદર્ભ માટે એન્ડ્રોઇડ પર વોટ્સએપ કોલ રેકોર્ડ કરવાની જરૂર હોય, તો તમે કોઈપણ થર્ડ પાર્ટી એપનો ઉપયોગ કર્યા વિના સરળતાથી કરી શકો છો અને ગમે ત્યારે તેને એક્સેસ કરી શકો છો.
આપણ વાંચો: Whatsapp યુઝર્સ થઇ જજો સાવધાન!, તમારો ડેટા થઇ રહ્યો છે ચોરી
સ્ક્રીન રેકોર્ડિંગ ફીચરથી WhatsApp કોલ કઈ રીતે રેકોર્ડ કરી શકો?
સ્ટેપ 1: WhatsApp ખોલો અને વૉઇસ અથવા વિડિઓ કૉલ શરૂ કરો.
સ્ટેપ 2: ક્વિક સેટિંગ્સ અથવા કંટ્રોલ સેન્ટર ઍક્સેસ કરવા માટે નીચે સ્વાઇપ કરો (Android) અથવા ઉપર સ્વાઇપ કરો (iPhone), પછી સ્ક્રીન રેકોર્ડિંગ બટન પર ટેપ કરો.
સ્ટેપ 3: કૉલ સમાપ્ત થાય ત્યારે રેકોર્ડિંગ આપમેળે બંધ થઈ જાય છે. જો તેમ ન થાય, તો રેકોર્ડિંગ સૂચના અથવા નિયંત્રણ પેનલમાંથી તેને મેન્યુઅલી બંધ કરો.
સ્ટેપ 4: સાચવેલ રેકોર્ડિંગ તમારા ફોનની ગેલેરી અથવા ફોટો એપ્લિકેશનમાં ઉપલબ્ધ હશે.
રેકોર્ડીંગ વીડિયો ફાઇલમાં હશે
ખાસ નોંધવું રહ્યું કે સ્ક્રીન રેકોર્ડિંગની મદદથી WhatsApp કોલ રેકોર્ડ કરો છો, તો ફોનમાં સેવ કરેલી ફાઇલ ઓડિયો ફાઇલ નહીં પણ વીડિયો ફાઇલ હશે. રેકોર્ડિંગ પછી, જો તમે તેને એક્સેસ કરવા માંગતા હો, તો તમારે ફોનની ગેલેરીમાં જવું પડશે. ત્યાં તમને સ્ક્રીન રેકોર્ડિંગ ફોલ્ડર મળશે. આ ફોલ્ડરમાં તમને WhatsApp કોલ રેકોર્ડિંગની વિડિઓ ફાઇલ મળશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને