રણબીર કપૂર અને આલિયા ભટ્ટની દીકરી નાની હોવા છતાં પણ સેલિબ્રિટી બની ગઇ છે. જ્યારે પણ તે તેના મમ્મી પપ્પા સાથે બહાર નીકળે છે ત્યારે પાપારાઝીઓ તેની સ્ટાઇલ, હાવભાવ, નિર્દોષ હાસ્ય અને કાલીઘેલી બોલી જોઇને આપરીન આફરીન પોકારી ઉઠે છે. માંજરી આંખો ધરાવતી રાહા અત્યારથી જ સેલિબ્રિટી છે.
Also work : ટોપલેસ ફોટોશૂટ વખતે મમતા કુલકર્ણી હતી ફક્ત આટલા જ વર્ષની…
હાલમાં જ રણબીર કપૂર, આલિયા ભટ્ટ તેમની દીકરી રાહા સાથે મુંબઇ એરપોર્ટ પર સ્પોટ થયા હતા અને આ વખતે પણ હંમેશની જેમ રાહાએ તેની કાલીઘેલી બોલી અને નટખટ અદાઓથી લોકોનું દિલ જીતી લીધું હતું. આ અંગેનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં નાનકડી રાહા પાપાની ગોદમાંથી મમ્મી આલિયા પાસે જવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. તેની આ સુંદર ક્ષણો કેમેરામાં કેદ થઇ ગઇ છે. લોકો રાહા કપૂરની ક્યુટનેસના વખાણ કરતા થાકતા નથી.
આ વીડિયોમાં આલિયા તેના પરિવાર સાથે મુંબઇના ખાનગી એરપોર્ટ પર ઊભેલી જોવા મળે છે. આલિયા એન્ટ્રી ગેટ પર ઊભી છે. જ્યારે તે એન્ટ્રી ગેટ પર આલિયાને જોવા માટે નમે છે ત્યારે નાનકડી રાહા કાલીકાલી ભાષામાં મમ્મા કહે છે, જે જોઇને આલિયા હસી પડે છે. ત્યાર બાદ જ્યારે આલિયા-રણબીર એરપોર્ટની અંદર જઇ રહ્યા છે ત્યારે રાહા રણબીર પાસેથી આલિયા પાસે જવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. લોકોને રાહાની ક્યુટનેસ ઘણી પસંદ આવી છે અને લોકો તેના વખાણ કરતા થાકતા નથી.
Also work : શું શર્લિન ચોપરાએ દીકરીને દત્તક લીધી? કહ્યું- મારું સપનું સાકાર થયું
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રણબીર અને આલિયા ભટ્ટ ફિલ્મ લવ એન્ડ વોરમાં સાથે જોવા મળશે. રણબીર હાલમાં નિતેશ તિવારીની રામાયણના શૂટિંગમાં બિઝી છે. આલિયા ભટ્ટ અલ્ફા અને વૉર-રના શૂટિંગમાં બિઝી છે. આ પહેલા આલિયાની ફિલ્મ જીગરા રિલીઝ થઇ હતી. આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર ખાસ કમાલ નહોતી દર્શાવી શકી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને