"excavation machinery damaging recently  laid factual  road"

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા પાસે હાલ કુલ ૮૧,૭૭૪.૪૨ કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ છે, જેમાંથી ૩૯,૫૪૩.૬૪ કરોડ રૂપિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે અનામત રાખવામાં આવ્યા છે અને ૪૨,૨૩૦.૭૮ કરોડ રૂપિયા પેન્શન, પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેચ્યુઈટી ફંડ અને કૉન્ટ્રેક્ટરની ડિપોઝિટ વગેરેની છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે પાલિકાએ ફિક્સ ડિપોઝિટમાંથી ઈન્ટરનલ ટેમ્પરરી ટ્રાન્સફર તરીકે ૧૬,૬૯૯. ૭૮ કરોડ રૂપિયા ઉપાડવાનો નિર્ણય લીધો છે,જ્યારે અંદાજિત ૧૨,૧૧૯.૪૭ કરોડ રૂપિયા ૨૦૨૪-૨૫ના નાણાકીય વર્ષમાં ઉપાડાશે એવો અંદાજ છે.

Also work : BMC નું જમ્બો બજેટઃ જાણો શહેર માટે શું શું સપના દેખાડ્યા છે બજેટમાં…

આવકમાં થઈ રહેલા ઘટાડાને પગલે આવકના નવા સ્રોત ઊભા કરવાના પાલિકા પ્રયાસ કરી રહી છે.
ફલોર સ્પેસ ઈન્ડેક્સ (એફએસઆઈ)ના માધ્યમથી આવક ઊભા કરવાની પાલિકાની યોજના છે. વધારાની એફએસઆઈ પ્રીમિયમ અને વેકેન્ટ લેટ ટેનન્સી પોલિસી પણ અમલમાં લાવવા માગે છે. પાલિકાએ રાજ્ય સરકારને એક વિનંતી કરી છે, જેમાં વધારાની એફએસઆઈના પ્રીમિયમના ૫૦ ટકા ભાગ પાલિકાને ફાળવવામાં આવે, જે અગાઉના ૨૫ ટકા કરતા વધારે છે. પરિણામે પાલિકાને ૭૦ કરોડ રૂપિયા વધારાના મળશે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં તેને કારણે આવક ૩૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચી શકશે.

Also work : બેસ્ટને મળી રૂ. 1000 કરોડની ગ્રાંટ

ભંડોળને અભાવે કામ નહીં અટકે

કોસ્ટલ રોડ, ગોરેગામ-મુલુંડ લિંક રોડ અને સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના અપગ્રેડેશનને લઈને કમિશનરે કહ્યું હતું કે પાલિકાએ નરીમન પોઈન્ટથી વરલી-કોસ્ટલ રોડ માટે ૧,૫૧૬ કરોડ રૂપિયા, વર્સોવા-દહિસર કોસ્ટલ રોડ માટે ૪,૦૦૦ કરોડ રૂપિયા, ગોરેગામ-મુલુંડ લિંક રોડ માટે ૧,૯૫૮.૭૩ કરોડ રૂપિયા અને સ્યુએજ ડિસ્પોઝલ પ્રોજેક્ટ માટે ૫,૫૪૫ કરોડ રૂપિયા ફાળવ્યા છે. ભંડોળને કારણે આ પ્રોેજેક્ટ અટકશે નહીં.

રોડ કૉંક્રીટાઈઝેશન

આ વર્ષે શહેરને ખાડામુક્ત બનાવવા માટેપાલિકાએ રસ્તાના કૉંક્રીટાઈઝેશન માટે ૩,૧૧૧.૦૭ કરોડ રૂપિયા ફાળવ્યા છે અને કૉન્ટ્રેક્ટરોને ૩૧ મે પહેલા રસ્તાનાં કામ પૂરા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અન્ય પ્રોજેક્ટમાં ઘાટકોપરમાં વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી ભાંડુપ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી શુદ્ધિકરણ કરાયેલા પાણીના પરિવહન માટે ટનલ બાંધવામાં આવવાની છે. વધુમાં કાશેલીથી મુલુંડ સુધી એક વોટર ટનલ પણ બાંધવામાં આવવાની છે. એ સાથે જ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેની ૨,૦૦૦ મિલ્યન લિટર પ્રતિ દિનની ક્ષમતા હશે તે પણ બાંધવામાં આવવાની છે.

વાધનું સ્મારક

રાજ્યના વન અને પર્યટન વિભાગના સહયોગથી ગોરેગામ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટના ભાગરૂપે પાલિકાએ એક વાઘ સ્મારક બાંધવાની યોજના બનાવે છે. તે માટે સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનની નીચેથી પસાર થતી સુરંગની અંદર એક યોગ્યસ્થાનને ટૂંક સમયમાં ઓળખી કઢાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને