Battery lasts longer - Space increases and telephone  doesn't hang... Smart absorption   of mobile phones

વિરલ રાઠોડ

માત્ર ટેકનોલોજીની જ નહીં, દુનિયામાં દરેક વસ્તુની એક ચોક્કસ અવધિ હોય છે. વપરાશની શૈલી સારી હોય તો એ અવધિ લંબાય ને રફ એન્ડ ટફ- આડેધડ વપરાશ હોય તો `એપલ’નો ફોન પણ પાંચ મહિને પતી જાય. સ્માર્ટ ફોનની કાળજી રાખવા એને સંલગ્ન વસ્તુઓ ભલે મોંઘી પડે, પણ એ વસાવીને દરેક વ્યક્તિ ફોનની થોડી-બહુત કેર કરે જ છે.

વાત જ્યારે વપરાશની હોય ત્યારે કેટલાક લોકો રીતસર ફોન પર કહેર વરસાવતા હોય છે. એના કારણે ખૂબીનો આનંદ માણવાની સાથે અમુક ખામીઓ પણ વેઠવી પડે છે. સરળતા- સગવડતા અને સુગમતા માટે લીધેલો મોબાઈલ ફોન ક્યારેક કંટાળો અપાવે છે. કોઈ વાર બેટરીના કારણે તો કોઈ વાર ઓછી પડતી મેમરી સ્પેસને કારણે.

દવાની જેમ સ્માર્ટફોનની પણ સત્તાવાર એક્સપાઈરી હોય છે.. ફોન ખરીદતી વખતે જેટલો ઉમળકો અને ઉત્સાહ હોય છે એટલો એની ઓફિશિયલ કેટલીક વસ્તુ અંગે ભાગ્યે જ કોઈ જાણતું હોય છે.

મોબાઈલ ડિવાઈસ અને યુઝેજ પર થયેલો એક સર્વે એવું કહે છે કે એપલ' સિવાયના દરેક સ્માર્ટફોનની જીવનમર્યાદા માત્ર 3 વર્ષ સુધીની હોય છે. મર્યાદિત વપરાશ, જેન્યુન યુઝ અને લિમિડેટ ફિચર્સ વાપરનારાઓના ફોન 7થી 9 વર્ષ સુધી ચાલે છે. જ્યારેએપલ’ના કોઈ પણ ફોન ફેંકી દેતાય 8 વર્ષ સુધી સળંગ ચાલે છે.

આ વેલિડિટી વધારવા માટે કોઈ પણ ચાર્જરથી મોબાઈલ ચાર્જ કરવાનું ટાળીએ. જે તે મોબાઈલમાં વોટ મર્યાદા હોય છે. એનાથી વધારે પાવર આવતા કેબલ્સથી ચાર્જ કરવાથી ફોન તો ઝડપથી ચાર્જ થાય છે પણ લાંબાગાળે બેટરીનું દુ:ખદ અવસાન થાય છે.

સ્ક્રિન ટાઈમ જેમ વધારે એમ મોબાઈલની વયમર્યાદા ઓછી. મોટાભાગના યુવાનો મોબાઈલ પર આખી સિરીઝ કે ફિલ્મ જોઈ કાઢે છે. આવા સમયે નોટિફિકેશન વિન્ડોમાં જે એપ્લિકેશનના એલર્ટ આવે છે એ હંગામી ધોરણે બંધ કરી દો.

વીડિયો જોવાની પણ મજા આવશે અને બેટરી લાઈફ પણ બચી જશે. ઘણા લોકો મોબાઈલની બ્રાઈટનેસ ઓછી કરીને વાપરે છે. આનાથી આંખને નુકસાન થાય છે. ઓટોમોડ પર બ્રાઈટનેસથી બેટરી વપરાય છે. આનો એક ઈલાજ એ છે કે, બ્રાઈટનેસને મેન્યુઅલી સેટ કરીને મૂકી દો. ટ્રાવેલ કરતી વખતે ખાસ કામ આવશે. ઉપયોગ પણ સારો થશે.

ત્રણ વર્ષના ઉપયોગ બાદ ગમે તેવો મોબાઈલ થોડો સ્લો થઈ જાય છે. આ માટે ફોટો કે વીડિયો જે ગેલેરીમાં પડ્યા છે એને ટેલિગ્રામ જેવી એપમાં સ્ટોર કરી દો. પછી મોબાઈલમાંથી કાયમી ધોરણે એને રજા આપી દો. સ્પેસ બચી જશે. વસ્તુ સચવાઈ જશે.

આ પણ વાંચો : મોર્નિંગ મ્યૂસિંગ : ફિલ્મ આપણને સપાટી પર રાખે છે પુસ્તક ગહેરાઈમાં લઈ જાય છે…

અપડેટની ખાસ વાત એ હોય છે કે, દરેક એપ્લિકેશનને પૂરતો ટેકનિકલ સપોર્ટ મળતો હોય છે એટલા માટે નવા ફિચર્સ એક્સેસ કરવા માટે છે.

મોબાઈલમાં સૌથી વધુ માર સહન કરતી વસ્તુ સ્ક્રિન છે. સમય જતા સ્ક્રિન ચોંટવા લાગે છે. એક્સેસ ઘટે છે. મોબાઈલમાં ટચ સેન્સર ઓછા થાય છે. આ માટે મોબાઈલ પર થ્રીડી ગેમ સ્ક્રિનનો કટ્ટર દુશ્મન છે. સ્ક્રિન વેલિડિટી જળવાઈ રહે એ માટે લોક બટનને વારંવાર પ્રેસ કરીને ટાઈમ જોવાની કે અપડેટ જોવાની ટેવને બદલવી પડે. ફોનનો ઉપયોગ કર્યા બાદ ફટાફટ સ્ક્રિન હિસ્ટ્રી ડિલિટ કરવાથી બેટરી ચાલે છે.

ફોનનું પ્રોસેસ રાહત મેળવે છે. દર અઠવાડિયે એવી એપ્લિકેશન કાઢવી પડે, જેનો ભાગ્યે જ ઉપયોગ થાય છે. મોટાભાગના સ્માર્ટફોન અપડેટ માટેની નોટિફિકેશન આપે ત્યારે આવી એપ્લિકેશનની યાદી આપે છે. બિનજરૂરી એ સમયે જ અનઈન્સ્ટોલ કરી શકાય. દરેક સ્માર્ટફોનમાં એની ઑપરેટિગ સિસ્ટમ મોટો રોલ પ્લે કરે છે. એપ્લિકેશનના ઈન્સ્ટોલેશનથી લઈને હિસ્ટ્રી, મલ્ટિમીડિયા અને અપડેટ સુધી બધું આ જ પ્લેટફોમ પર થાય છે.

સેમસંગ – એપલ જેવી કંપની આપણા અને આપણા ફોન કરતાં પણ વધારે સ્માર્ટ છે. સતત ત્રણથી ચાર વર્ષ સુધી તે અપડેટ આપે છે. એ પછી બંધ. આવા સમયે કેટલીક ટે્રન્ડી એપ્લિકેશનને ઈન્સ્ટોલ કરવાનું ટાળીએ. પરાણે ઈન્સ્ટોલ કરવાથી પ્રોસેસર બગડે છે. ફોન હેંગ થાય છે. જૂના ફોનમાં પીડીએફ ડાઉનલોડ કરવાનું ઓછું કરીએ. માહિતી વાંચ્યા કે જાણ્યા બાદ તરત જ ડિલિટ મારી દઈએ. સાચવવા જેવી ફાઈલ હોય તો ઈ-મેઈલ કરી દો. હા, તમે તમારા આઈડી પર જ જે તે ફાઈલને સેન્ડ કરી શકો. પછી એને મેલના સેન્ટ આઈટમમાંથી ડિલિટ કરવાની જરૂર નથી. ઘણા લોકો મોબાઈલના કવર એવા મજબૂત લે કે મોબાઈલ નહીં, પણ કોઈ કિલ્લાને સુરક્ષા આપવાની હોય. આવા કવર મોબાઈલને વધારે ગરમ કરે છે. બને ત્યાં સુધી કવર પાતળા યુઝ કરવા જોઈએ. સિક્યોરિટી માટે બ્લેક કે બ્લુ કલરના સ્ક્રિનગાર્ડ પાતળા હોવા અનિવાર્ય છે. આવું ન થાય તો સ્ક્રિન પણ બગડે છે.

આઉટ ઓફ બોક્સ

દુનિયાનો પ્રથમ મોબાઈલ `મોટોરોલા’ કંપનીએ લોંચ કર્યો હતો. એ સમય સ્ક્રીન નાની ને કી- પેડ મોટું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને