ભારતીય રેલવે (Indian Railway)થી દરરોજ લાખો પ્રવાસીઓ પ્રવાસ કરે છે અને આ જ કારણે તેને લાઈફલાઈન તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલું જ નહીં પણ ભારતીય રેલવે એ દુનિયાનું ચોથા નંબરનું વિશાળ અને વ્યસ્ત ગણાતું રેલવે નેટવર્ક છે.
આ પણ વાંચો : Indian Railwayની વીઆઈપી લાઉન્જમાં ભોજનમાંથી મળ્યો જીવતો કાનખજૂરો, IRCTCએ કહ્યું…
અનેક વખત એવું પણ બને છે કે વારે-તહેવારે કે સિઝનમાં પ્રવાસીઓને કન્ફર્મ ટિકિટને બદલે વેઈટિંગ ટિકિટ મળે છે. પછી આપણને છેલ્લી ઘડી સુધી આપણી ટિકિટ કન્ફર્મ થશે કે નહીં એની હાયહોય રહે છે. પણ શું તમને એ ખબર છે કે તમારી આ વેઈટિંગ ટિકિટ કન્ફર્મ થશે કે નહીં એની ભવિષ્ય તમને આપવામાં આવેલી ટિકિટ પર જ ભાખેલું હોય છે? નહીં તે ચાલો તમને જણાવીએ. ટિકિટ પર છપાયેલા કોડના મદદથી તમે ખુદ જ અંદાજો લગાવી શકો છો કે તમારી આ ટિકિટ કન્ફર્મ થશે કે નહીં?
આજે અમે અહીં તમને એક એવી સિક્રેટ ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેની મદદથી તમે એ જાણી શકો છો કે તમારી ટિકિટ કન્ફર્મ થશે કે નહીં? જો તમારી ટિકિટ પર RLWL (Remote Location Waiting List) એવો કોડ લખવામાં આવ્યો છે તો તમારી આ ટિકિટ કન્ફર્મ થવાના ચાન્સીસ ખૂબ જ ઓછા છે. આ સિવાય જો તમારી ટિકિટ પર PQWL (Pooled Quota Waiting List) લખ્યું છે તો એ સમયે પણ તમારી ટિકિટ કન્ફર્મ થવાની શક્યતા ખૂબ જ ઓછી છે.
પરંતુ જો તમારી ટિકિટ પર GNWL (General Waiting List) એવો કોડ લખવામાં આવ્યો છે તો તમારી આ વેઈટિંગની ટિકિટ કન્ફર્મ થવાની શક્યતા ખૂબ જ વધારે છે. આ જ રીતે તો તમારી ટિકિટ પર TQWL (Tatkal Quota Waiting List) લખ્યું છે તો એ સમયે પણ તમારી ટિકિટ કન્ફર્મ થવાની શક્યતા ખૂબ જ ધૂંધળી છે.
આ પણ વાંચો : શું તમે IRCTCની આ 45 પૈસામાં આપવામાં આવતી Insurance Policy વિશે જાણો છો?
છે ને એકદમ કામની માહિતી? હવે જ્યારે પણ ટિકિટ ખરીદો તો તેના પર છપાયેલા આ કોડ જોવાનું ચૂકશો નહીં, એના પરથી જ તમને અંદાજો આવી જશે કે તમારી વેઈટિંગ ટિકિટ કન્ફર્મ થશે કે નહીં. આ માહિતી બીજા સાથે પણ શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ ચોક્કસ વધારો કરજો.