- ભાટી એન.
કહેવાય છે કે જો કોઈ મનમાં મક્કમ નિર્ધાર કરી લે તો કોઈ કામ અશક્ય નથી. આ જ ઉક્તિને સાકાર કરી છે, પાવાગઢના વન્યખાતાના માજી ડી. એફ. ઓ. શ્રી જનકસિંહ એલ. ઝાલા અને ખંતીલા કર્મચારીઓએ. સરકારી કર્મચારીઓ પ્રત્યે આપણાં મનમાં એક વાત ઘર કરી ગઈ છે કે તેઓ કામમાં આળસ કરે છે કાં તો કામને ટાળવાની તેમને ટેવ હોય છે. જોકે આપણી આ ધારણાને ખોટી પૂરવાર કરી છે પાવાગઢના વન્યખાતાના ભૂતપૂર્વ અધિકારી અને કર્મચારીઓએ.
Also work : ત્યારે શું દેવી-દેવતા કોઈ પાર્ટીને પ્રમોટ કરતા હતા?
તેમણે કરેલી અદ્ભુત કામગિરીની સાબિતી પાવાગઢમાં આવેલી 400 વર્ષ જૂની ભૂગર્ભ ટનલ કેનાલ છે, જેને તેમણે પોતાની અથાક મહેનત અને દૃઢ વિશ્વાસથી ફરીથી ધમધમતી કરી નાખી છે.
ગુજરાતની વસુંધરામાં અંત ધગશથી કામ કરનારનો તોટો નથી ગોધરા જિલ્લાના હાલોલ તાલુકામાં મા જગતજનની પાવાગઢવાળીના અંબેરે અડી જતા ડુંગર પર બેસણા છે. આ પાવાગઢનો ડુંગર ગિરનાર પછી બીજા ક્રમે આવે. આ વિશાળ પાવાગઢના ડુંગરમાંથી વિશ્વામિત્રી નદીનું ઉદ્દગમસ્થાન છે, જે વડોદરાના પાધરમાંથી વહે છે. પાવાગઢના ડુંગરમાંથી નિર્મળ પ્રચંડ ધોધ પ્રાકૃતિક રીતે વહે છે. ચાંપાનેર, પાવાગઢ હિન્દુ, મુસ્લિમ રાજવીઓનું ગુજરાતનું એક સમયનું પાટનગર હતું.
આજથી 400 વર્ષ પહેલા પડતા ધોધને થોડો અવળોવાળી ઊંધી દિશામાં પાણીને વાળવાનું સર્વોત્કૃષ્ટ ભગીરથી કાર્ય તે સમયના જે તે રાજવીએ 15 ફૂટ ભૂગર્ભમાં 4×4 ફૂટના પથ્થરો મજબૂત લગાવી પ્રમાણસર લાઈનદોરીથી પાણીને અવળી દિશામાં વાળી ચાંપાનેર, પાવાગઢનાં શહેર દરવાજા નજીક આવેલ ભવ્ય વિશાળ પાતાળ તળાવ (સકર તળાવ) સુધી પાણી લાવવાની યોજના સાકાર કરી હતી. 730 મીટરનાં અંતરે 50 મીટરનાં અંતરે એક… એક કુંડી મૂકી ને મધ્ય ભાગ 350 મીટરે પાણીની દિશા બદલવા 15 ફૂટ ઊંડો કૂવો ગોળાકાર બનાવેલ એક તરફથી ટનલમાંથી પાણીનો પ્રવાહ આવે ને બીજી બાજુ પાણીને વાળી સકર તળાવમાં લાવવામાં આવેલ.
આથી ખાલી તળાવમાં ચોમાસામાં સાકર જેવું મીઠુમધુર પાણી ભરાય જતું. આવી સુંદર યોજના જૂના જમાનામાં ચાલતી હતી, આવી દેશી યોજના કદી મેં જોઈ નથી. અમુક વર્ષ જતા પથ્થરની એ ટનલમાં કાદવ, રેતી ભરાય જતા આ ટનલ યોજના બંધ થઈ ગઈ, પણ આ વિસ્તારનાં ભોમિયા એવા માજી ડી. એફ. ઓ. શ્રી જનકસિંહ એલ. ઝાલા આ વિસ્તારના ભોમિયા હતા. વન્યસૃષ્ટિનું ગમતું કામ તે ખંતથી કરતા.
સકર તળાવ ખાલી ખમ નિહાળી તેમનું દિલ દ્રવી ઉઠ્યું અને આ 710 મીટર લાંબી ટનલને પુન: જીવિત કરવા મનોમન ઈચ્છા જાગી. તેને મંત્રમુગ્ધ કરવા ફોરેસ્ટ ખાતાના 10 કર્મચારીને કામે લગાડયાં. 15 ફૂટ ઊંડે ને માત્ર 4 ફૂટની ટનલમાં બેસીને કામ થાય, અંધારૂ માટે જોખમ ઉઠાવી, આછો થોડો પ્રકાશ લાવી, વન્યખાતાના ખંતીલા કર્મચારીઓ જાનના જોખમે ટનલમાંથી કાદવ-કીચડ-રેતી કાઢે.
Also work : ૨૮ ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસસંસ્કૃતિ ને સંસ્કારોમાં સમાયું છે આપણું સ્વદેશી વિજ્ઞાન
તેમાં સર્પ – વિંછી જેવા જીવજંતું નીકળતા તેમ છતાં લાંબી ટનલમાં અંધકાર ને નહીંવત પ્રકાશમાં ખોદકામ કરવું એક પડકાર બની ગયું. મહિનાઓ વિતવા લાગ્યા ઉચ્ચ અધિકારીઓ જનકસિંહ ઝાલાને કહે,`હવે રેવા દો આ કામ નહીં પૂર્ણ થાય.’ તેમ છતાં હાર માને તે જનકસિંહ નહીં. તેઓ ફોરેસ્ટ ખાતાના ટાંચા સાધનો ને 10 ફોરેસ્ટ ખાતાનાં કર્મચારીઓનો હોસલો બુલંદ રાખતા ગયા ને મહા મહેનતે ટનલનો ગાળ કાઢતા ગયા. એક વર્ષના અંતે આ ભગીરથી કાર્ય પૂર્ણ થયું. 710 મીટર લાંબી ઐતિહાસિક ટનલ વરસો પછી તેમણે પુન:જીવિત કરી.
તે યોજના પરિપૂર્ણ થતા ફોરેસ્ટ ખાતાના અધિકારીઓ ખુશીથી ઝૂમી ગયા અને બધાને અભિનંદનની વર્ષા કરી ને કહ્યું આજે એક ઉમદા ઉદાહરણ પૂરું પાડયું છે. જનકસિંહને કહેવામાં આવ્યુ હતું કે તમારી આ યોજના પડતી મુકો તો પણ તેમણે આ યોજના ચાલું રાખીને ટનલ યોજના પૂર્ણ કરતા ગયા. આથી સાચા અધિકારીએ રોજમદારનાં નામ સાથેની તકતી લગાવી તેમાં રોજમદારનાં નામ પણ લખ્યા છે.
તે સકર તળાવના પાધરમાં મૂકેલી તકતીનું અનાવરણ કરવામાં આવ્યુ, વાવ, કૂવા, કિલ્લોને આ ટનલને સરકાર દ્વારા આ રક્ષિત સ્મારક તરીકે જાહેર કરીને અને વનખાતાને આ યોજના મગજમાં ઊતરી જતા સાચા અર્થ માં `જળ એજ જીવન છે.’ તે સાચા અર્થમાં સાર્થક કરી આ ટનલની મેં જાત મુલાકાત લેતા હું મંત્ર મુગ્ધ થઈ ગયો…!!!?. સદીઓથી ખંડેર બની ગયેલ આ ટનલને પુન: જીવિત કરનાર જનકસિંહ ઝાલાને તેના રોજમદારને લાખ…લાખ સલામ છે. ગુજરાતના મુખ્ય મંત્રી, મંત્રીઓ, અને સચિવો, નિયામક કે સામાજિક સંસ્થાના વડા આ ટનલ યોજના જોઈ નયન પુલકિત થઈ ગયા.
વન વિભાગ દ્વારા 400 વર્ષ જૂની ભૂગર્ભે પાણીની કેનાલ પુન: કાર્યરત થઈ, પાવાગઢ ચાંપાનેરના ધોધથી પાતાળ તળાવ (સકર તળાવ) સુધીની 730 મીટરની લાંબી ભૂગર્ભ કેનાલે ખૂબ જ જહેમતથી સફળતા હાંસલ કરી. ઐતિહાસિક અવિસ્મરણીય કાર્ય કરી `સમષ્ટિગત’ ઉપયોગી તળાવ બનાવી સ્તુતિય કાર્ય કરી. એક અધિકારી ને કર્મચારી ધારે તો લોક ઉપયોગી કાર્ય કરી શકે તેનો ઉત્તમ દાખલો બેસાડેલ છે.
Also work : લીવ ઇન રિલેશનશીપના કરારમાં શું હોય છે?
આપ પાવાગઢ, ચાંપાનેર જાવ તો રસ્તામાંથી દરવાજા પાસે જ સકર તળાવ છે અને અંદર જંગલમાં આ પ્રાચીન યોજના જોવા જેવી છે તો એક વાર ચોક્કસ ટનલ યોજના જોવા જજો.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને