અમદાવાદ: ભારત હાલ વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. ભારતમાં 2011 બાદ સત્તાવાર વસ્તી ગણતરી નથી કરવામાં આવી પરંતુ એક અંદાજ મુજબ દેશમાં લોકોની વસ્તી 145 કરોડને વટાવી ગઈ છે. આ વધી રહેલી વસ્તી દેશના વિકાસ સામે મોટો પડકાર છે, જેના માટે સરકાર દાયકાઓથી કુટુંબ નિયોજન માટે અભિયાન ચલાવી રહી છે. એવામાં એક અહેવાલ પ્રકશિત થયો છે જેમા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં કુટુંબ નિયોજન પ્રત્યે પુરુષો ઉદાસીનતા દાખવી રહ્યા છે, જયારે મહિલાઓ કુટુંબ નિયોજન અભિયાનને વધુ સહકાર આપી રહી છે.
Also work : અમરેલી લેટર કાંડઃ દિલીપ સંઘાણીએ મુખ્ય પ્રધાનને પત્ર લખી કરી આ માંગ, પરેશ ધાનાણીએ બળતામાં ઘી હોમ્યું…
નસબંધી બાબતે પણ અસમાનતા:
અહેવાલ મુજબ દાયકાઓથી ચાલી રહેલા જાગૃતિ અભિયાનો અને મેડીકલ સાયન્સના વિકાસ છતાં ગુજરાતમાં કુટુંબ નિયોજનમાં સ્ત્રીઓ પુરુષો કરતા વધુ ભાગ લઇ રહી છે. ગુજરાતમાં એપ્રિલ અને ડિસેમ્બર 2024 ની વચ્ચે, 1.33 લાખથી વધુ મહિલાઓએ નસબંધી(Tubectomy) કરાવી હતી, જ્યારે ફક્ત 1,128 પુરુષોએ નોન-સર્જિકલ વેસેક્ટોમી (Non Surgical vasectomy) કરાવી હતી. આંકડાઓ દર્શાવે છે એક પુરુષ સામે કે 1,000થી વધુ સ્ત્રીઓએ નસબંધી કરાવી છે.
આ અસમાન વલણ પાછળ ઘણા કારણો જવાબદાર હોઈ છે. નિષ્ણાતના જણાવ્યા મુજબ આના પાછળ ગેરમાન્યતાઓ અને સામાજિક કારણો જવાબદાર છે. સમાજમાં બદનામીના ડર અને સેકસ્યુઅલ પરફોર્મન્સ પર અસર વિશેના ખોટા ભયને કારણે પુરુષોને નસબંધી નથી કરાવતા.
રાજ્ય સરકારના પ્રયાસ:
છેલ્લા કેટલાક વર્ષોથી, ગુજરાતમાં વાર્ષિક સરેરાશ 3 લાખ મહિલાઓ નસબંધી કરાવે છે, જ્યારે પુરુષોની સંખ્યા કુલ સંખ્યાના 1,000 જેટલી રહે છે, જે કુલ સંખ્યાના 1% કરતા પણ ઓછી છે. આ સ્થિતિમાં બદલવા માટે રાજ્યના આરોગ્ય વિભાગે આ વર્ષે જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે, જેના કારણે થોડો ફેરફાર થયો છે. ટ્યુબેક્ટોમી-ટુ-વેસેક્ટોમી રેશિયો 2020 માં 1:0.3 હતો, તે છેલ્લા નવ મહિનામાં થોડો સુધરીને 1:0.8 થયો.
સામાજિક કારણો:
સમગ્ર ભારતમાં ટ્યુબેક્ટોમી સામે વેસેક્ટોમી સામેની સંખ્યા ઓછી રહે છે. દેશમાં 1 વેસેક્ટોમી સામે 10 થી વધુ ટ્યુબેક્ટોમી થાય છે. સમાજશાસ્ત્રીઓના મત મુજબ કપલ પુત્રની લાલચે કુટુંબ નિયોજનમાં વિલંબ કરે છે. જો કપલની બે પુત્રીઓ હોય, તો તેઓ ઘણીવાર નસબંધીનો વિકલ્પ પસંદ કરવાને બદલે ત્રીજા બાળક માટે પ્રયાસ કરે છે.
Also work : કોંગ્રેસના નેતાની જયેશ રાદડિયાને સલાહ; કહ્યું “સમય છે પાછા વળો ફાયદામાં રહેશ
એક યુરોલોજિસ્ટ ના જણાવ્યા મુજબ ખોટી માહિતીઓને કારણે પુરુષો વેસેક્ટોમી કરાવવાથી ડરે છે. તેમને જણાવ્યું, “ઘણા લોકો માને છે કે નસબંધી સેકસ્યુઅલ પરફોર્મન્સ અસર કરે છે, જે સંપૂર્ણપણે ખોટું છે. આ પ્રક્રિયામાં ફક્ત વાસ ડેફરન્સ (શુક્રાણુ નળી) કાપવામાં આવે છે અને બંધ કરવામાં આવે છે અને તેને કારણે હોર્મોન્સને અસર થતી નથી.”
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને