National News: બિહારના પટના જિલ્લાના દાનાપુરમાં સેનામાં ભરતી માટે દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારો ઉમેદવાર ઉમટી પડ્યા હતા. દોડમાં યુવાઓ ક્ષમતા કરતા વધુ યુવાનો ઉમટ્યાં હોવાથી અનેકને તક મળી નહોતી.
સેનાની ભરતીમાં સામેલ થવા 30 હજાર જેટલા યુવાનો આવ્યા હતા. જેમાંથી ઘણાને દોડમાં સામેલ થવાનો મોકો નહીં મળતા હંગામો કર્યો હતો. જે બાદ પોલીસે હંગામો કરી રહેલા યુવકો પર હળવો લાઠી ચાર્જ કર્યો હતો.
પટનાના દાનાપુરમાં સેનામાં ભરતી થવા માટેની દોડ ચાલી રહી છે. આજે તેનો પાંચમો દિવસ છે. આ દરમિયાન આજે સવારથી જ મોટી સંખ્યામાં યુવાનો ઉમટ્યા હતા. યુવાનોની ભીડને જોતાં ઘણા લોકોને ભાગ લેતાં રોકવામાં આવ્યા હતા.
આપણ વાંચો: સરહદ વટાવીને પાકિસ્તાન પહોંચી ગયું ભારતીય સેનાનું ડ્રોન અને પછી…
દોડમાં સામેલ થવાની તક નહીં મળતા અનેક યુવકોએ સૈનિક ચોક પર હંગામો કર્યો હતો. જે બાદ એકત્ર થયેલા યુવાનોએ દોડ કરાવવાની માંગ કરી અને ચોકમાં જામ કર્યો હતો. યુવાનોના હંગામાની માહિતી મળતા જ પોલીસે તેમને હટાવવા હળવો લાઠી ચાર્જ કર્યો હતો.
પોલીસે કર્યો હળવો લાઠી ચાર્જ
દોડમાં સામેલ થયેલા કેટલા સ્પર્ધકોએ પોલીસ પર તેમને દોડાવી-દોડવીને માર્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. પોલીસે આ મામલે સ્પષ્ટતા આપતાં કહ્યું, વધારે ભીડના કારણે આ સ્થિતિ સર્જાઈ હતી. દોડ કેન્સલ કરવામાં આવી નથી. દરરોજ જેટલી ક્ષમતા હતી તેટલા જ લોકોની દોડ કરાવવામાં આવી હતી. બાકી લોકોને પરત મોકલી દેવામાં આવ્યા હતા. પોલીસ મુજબ, હાલ સ્થિત નિયંત્રણમાં છે.