ક્રિકેટર્સ અને બોલીવૂડ ડીવાની વચ્ચે અફેયર કોઈ નવી વાત નથી. એક સમય હતો કે જ્યારે ટીમ ઈન્ડિયાના કેપ્ટન અને શર્માજી કા બેટા રોહિત શર્મા (Rohit Sharma)ની લવલાઈફ પણ ખૂબ જ ચર્ચામાં રહી હતી. હવે એક જાણીતી મોડેલે રોહિત શર્મા અને વિરાટ કોહલી (Virat Kohli)ને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આવો જોઈએ કોણ છે મોડેલ-
એક સમયની બ્રિટીશ મોડેલ, સિંગર અને એક્ટ્રેસ સોફિયા હયાત છે અને એવી ચર્ચા પણ સાંભળવા મળી હતી કે સોફિયા અને રોહિત શર્મા રિલેશનશિપમાં હતા. જોકે, રોહિત શર્માએ ક્યારે આ રિલેશનશિપને કબૂલી નહોતી, પરંતુ સોફિયાએ ડેટિંગનો ખુલાસો કર્યો છે. આ વાત 2012ની છે. રોહિતે ક્યારેય સોફિયા સાથેના સંબંધો સ્વીકાર્યા નથી. પરંતુ સોફિયાએ ક્રિકેટર્સને ડેટ કરવા વિશે ખુલાસો કર્યો હતો.
મીડિયા રિપોર્ટ્સમાં કરાયેલા ખુલાસા અનુસાર સોફિયા હયાત અને રોહિત શર્મા બંને લંડનમાં એક કોમન ફ્રેન્ડના માધ્યમથી મળ્યા હતા. એક ઈન્ટરવ્યુમાં રોહિતે સોફિયાને પોતાની ફેન ગણાવી હતી. આ વાતથી ચિઢાઈને સોફિયાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે રોહિત સાથે તેનું રોમેન્ટિક રિલેશનશિપમાં હતા. જોકે, બાદમાં બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું.
આ પણ વાંચો :“અમે એકજુટ થઈને પ્રદર્શન ન કર્યું…”, ઐતિહાસિક હાર બાદ રોહિત શર્માએ નિરાશા વ્યક્ત કરી
સોફિયાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ચાલો અફવાઓનો અંત લાવીએ. હા મેં રોહિત શર્માને ડેટ કર્યો હતો, પણ હવે આ સંબંધ પૂરો થઈ ગયો છે. હું એને ફરી ડેટ નહીં કરું. હવે હું એક જેન્ટલમેનની શોધમાં છું. બીજા ટ્વીટમાં સોફિયાએ જણાવ્યું હતું કે મેં રોહિત શર્માને ઠુકરાવ્યો કારણ કે વિરાટ કોહલી વધારે સારો ખિલાડી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે એ સમયે સોફિયાની આ પોસ્ટ ખૂબ જ બબાલ મચાવી હતી, પરંતુ રોહિતે આ મામલે કોઈ ખુલાસો કર્યો નહોતો અને ચૂપકિદી સેવી હતી. વાત કરીએ સોફિયાની તો સોફિયાએ હાલમાં ઈન્ડસ્ટ્રીથી દૂર છે અને તે બિગબોસ-7માં જોવા મળી હતી. 2016માં તેણે અધ્યાત્મના માર્ગે ચાલીને નન બનવાનો નિર્ણય કર્યો અને રોમાનિયન બોયફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા હતા, પરંતુ આ લગ્ન પણ એક વર્ષમાં જ તૂટી ગયા હતા.