નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં હાલ પ્રદૂષણે (delhi aerial pollution) માજા મૂકી છે. પ્રદૂષણ મુદ્દે આજે સુપ્રીમ કોર્ટમાં (supreme court) સુનાવણી થઈ હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે અમે તમારા (delhi government) જવાબોથી સંતુષ્ટ નથી.
આ પણ વાંચો: દિલ્હી પ્રદૂષણ: કેન્દ્ર સરકારે કર્મચારીઓના ઓફિસ સમયમાં કર્યો ફેરફાર…
સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણે સુપ્રીમ કોર્ટમાં મીડિયાનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે દિલ્હીમાં લાંચ આપીને બેરોકટોક ટ્રક પ્રવેશી રહ્યા છે. કેન્દ્ર સરકારને તમામ 113 એન્ટ્રી પોઇન્ટ પર પોલીસ અધિકારી નિમણૂક કરવાનું કહો. દિલ્હી લીગલ સર્વિસ ઓથોરિટીને કહેશો તો તેઓ પેરા લીગલ વૉલન્ટિયર્સને પણ દેખરેખ માટે નિયુક્ત કરશે.
આ પણ વાંચો: દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ગંભીર, AQI 500ને પાર, નોઈડા-ગુરુગ્રામમાં પણ શાળાઓ ઑનલાઇન
સુપ્રીમ કોર્ટમાં દિલ્હી સરકારે દાવો કર્યો હતો કે ટ્રાન્સપોર્ટ વિભાગના અધિકારી ટ્રકોને રોકી રહ્યા છે. જેના પર કોર્ટે પૂછ્યું હતું કે કેટલા ચેક પોઈન્ટ બનાવામાં આવ્યા? તે રેકોર્ડથી સ્પષ્ટ થતું નથી. સ્ટેજ ચારમાં જીવન જરૂરી સામગ્રી લઈને આવી રહેલા ટ્રકને છોડીને બાકીના તમામને રોકવામાં આવે. કોર્ટે કહ્યું, અમે કેટલાક યુવા વકીલોની વરણી કરીશું, જે દિલ્હીના એન્ટ્રી પોઇન્ટ પર જઈને રિપોર્ટ તૈયાર કરીને કોર્ટને સોંપશે. સીસીટીવી ફૂટેજથી પણ દેખરેખ રાખવામાં આવશે.
Air contamination matter: Delhi govt tells SC determination are full of 113 introduction points successful nationalist capital, including 13 for trucks
— Press Trust of India (@PTI_News) November 22, 2024સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે અમે દિલ્હી સરકારના જવાબથી સંતુષ્ટ નથી. કેટલા એન્ટ્રી પોઇન્ટ્સ છે અને કયા અધિકારી ત્યાં છે તે જણાવ્યું નથી. એમિક્સ ક્યૂરીએ જણાવ્યું કુલ 113 એન્ટ્રી પોઇન્ટ છે. માત્ર 13માં સીસીટીવી કેમેરા લાગ્યા છે. એવું લાગે છે કે બાકી પોઇન્ટથી ટ્રક ઘુસી રહ્યા છે. અમે દિલ્હી સરકાર અને દિલ્હી પોલીસને તાત્કાલિક તમામ 113 સ્થાને ચેક પોસ્ટ બનાવવાનો આદેશ આપીએ છીએ.
Air contamination matter: It is precise hard for america to presume introduction of trucks successful Delhi person been stopped, says SC
— Press Trust of India (@PTI_News) November 22, 2024કોર્ટે કહ્યું હતું કે જે 13 એન્ટ્રી પોઇન્ટ પર સીસીટીવી કેમેરા લાગ્યા છે, તેના ફૂટેજ એમિક્સ ક્યૂરીને આપો. એવું લાગે છે કે બાકી 100 પર કોઇ તપાસ જ નથી થઈ રહી. 13 વકીલને કોર્ટ કમિશ્નર તરીકે કામ કરવા સહમતિ આપી છે, આ કોર્ટ કમિશ્નરને દિલ્હીના એન્ટ્રી પોઇન્ટના પ્રવાસ માટે સુવિધા અને જરૂરી સુરક્ષા આપવામાં આવશે. તમામ કોર્ટ કમિશ્નર રિપોર્ટ આપશે, સોમવારે સુનાવણી થશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને