કરદાતાઓ માટે પેન કાર્ડ એટલે કે પરમેનેન્ટ એકાઉન્ટ નંબર પર ફરજિયાત છે. આ એક 10 અંક વાળો આલ્ફાન્યુમરિક નંબર હોય છે. પાનકાર્ડનો ઉપયોગ મોટી રકમની ચુકવણી, ખર્ચ ચૂકવણી, બેંક ખાતુ ખોલવા જેવી વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ કરવા માટે થાય છે. આ કાર્ડ ભારતના આવકવેરા વિભાગ દ્વારા ફાળવવામાં આવે છે.
ઘણા લોકો અજાણતા જ એક કરતાં વધુ પાનકાર્ડ બનાવી લેતા હોય છે. તે સમયે એવો સવાલ થાય છે કે શું એક કરતાં વધુ કાર્ડ રાખવા લીગલ છે ?
તો અમારો જવાબ છે ‘ના.’ આ વસ્તુ ગેરકાયદેસર છે. આવકવેરાની કલમો હેઠળ કોઈ પણ વ્યક્તિ એક કરતાં વધુ પાનકાર્ડ માટે અરજી કરી શકતી નથી અથવા તો પોતાની પાસે રાખી પણ શકતી નથી. તેથી એક કરતાં વધુ પાનકાર્ડ રાખવું કાયદેસર રીતે યોગ્ય નથી. જો કોઈ વ્યક્તિ પાસે એક કરતાં વધુ પાનકાર્ડ હોય તો તેણે કોઈપણ કાનૂની સમસ્યાને ટાળવા માટે તાત્કાલિક એક પાનકાર્ડ રદ કરવું જોઈએ.
કોઈપણ વ્યક્તિ એક કરતાં વધુ પાનકાર્ડ રાખી શકતી નથી, પરંતુ પાનકાર્ડ ની બે ભૌતિક નકલો રાખી શકાય છે, જેમાંથી એક કાયદેસરની ગણાય છે અને બીજી ડુપ્લીકેટ ગણાય છે.
આ પણ વાંચો : કેન્દ્ર સરકાર લાવી રહી છે નવું QR કોડવાળું પેન કાર્ડ, જાણો જૂના કાર્ડનું શું થશે?
એક કરતાં વધુ પાનકાર્ડ રાખવા માટે તમારે ભારે દંડ ચૂકવવો પડી શકે છે :-
આવકવેરાના કાયદાની કલમો હેઠળ જે કોઈ પાસે એક કરતાં વધુ પેનકાર્ડ હોય છે તેને દસ હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે. આ ઉપરાંત પાનકાર્ડમાં જો તમે ખોટી માહિતી ભરો છો તો પણ તમારે દંડ ભરવો પડી શકે છે.
તમામ આર્થિક વ્યવહારો માટે પેન કાર્ડ ફરજિયાત છે પાન કાર્ડથી પૈસાના વ્યવહારોને ટ્રેક કરવા પણ સરળ બને છે. કરની ચુકવણી કરવા માટે, કર રિફંડ મેળવતી વખતે અને આવકવેરા વિભાગ તરફથી કોઈ પણ દસ્તાવેજ, સંદેશા વ્યવહાર માટે પાનકાર્ડ મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત આવકવેરા વિભાગે પાનકાર્ડ અને આધારકાર્ડને લિંક કરવાનું પણ ફરજિયાત બનાવ્યું છે. આમ દરેક આર્થિક બાબતો અને કર સબંધ પ્રક્રિયાઓમાં પેન કાર્ડ એક આવશ્યક સાધન બની ગયું છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને