police-complaint-against-dimpal-yadav-for-road-show Photo: Dimple Yadav/X

લખનઉઃ મિલ્કીપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં રોડ શો કરવા બદલ સમાજવાદી પાર્ટીના સ્ટાર પ્રચારક ડિમ્પલ યાદવ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ડિમ્પલ યાદવે ગઈકાલે રોડ શો કર્યો હતો. રોડ શોમાં મંજૂરી કરતા વધારે વાહનો સામેલ થવાના કારણે રાયબરેલી હાઇવે પર બંને તરફ ટ્રાફિક જામ સર્જાયો હતો. જેને લઈ સપાના સાંસદ ડિમ્પલ યાદવ સામે કેસ નોંધવામાં આવ્યો હતો.

Also read:ઉત્તર પ્રદેશ છોડીને દક્ષિણની દિશા પકડવી Priyanka Gandhi માટે નહીં હોય આસાન, પડકારો ઝીલવા પડશે

સરકારી આદેશના ઉલ્લંઘનને લઈ ડિમ્પલ યાદવ સામે આ કેસ નોંધવામાં આવ્યો હતો. મિલ્કીપુર પેટા ચૂંટણીમાં સપા ઉમેદવારના સમર્થનમાં કરવામાં આવેલા રોડ શોના ફોટા ડિમ્પલ યાદવે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પણ શેર કર્યા છે. તેના રોડ શોમાં મોટી સંખ્યામાં સમર્થકો અને વાહનોની લાંબી લાઇન જોવા મળે છે.

સમાજવાદી પાર્ટીના નેતા ડિમ્પલ યાદવે પાર્ટીના ઉમેદવાર અજિત પ્રસાદ યાદવના સમર્થનમાં રોડ શો કર્યો હતો. રોડ શોનો કાફલો કુમારગંજથી મિલ્કીપુર પેટ્રોલ પંપ સુધી લગભગ નવ કિલોમીટર દૂર હતો. સાંજે લગભગ 4 વાગ્યે કાફલો ઇનાયતનગર પોલીસ સ્ટેશનની હદમાં પ્રવેશ્યો હતો. આ કાફલામાં 150 જેટલા ટુ-વ્હીલર અને 150 ફોર-વ્હીલર તેમજ અનેક એસયુવી હતા.

ઇનાયતનગર પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર આલોક કુમાર સિંહે કહ્યું કે, રોડ શોમાં કાફલા માટે કુલ 85 વાહનોને મંજૂરી આપવામાં આવી હતી. તેમાંથી 50 ટુ વ્હીલર, 25 ફોર વ્હીલર અને 10 એસયુવી હતા. સાઉન્ડ એમ્પ્લીફાયરનો પણ પરવાનગી કરતાં વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને