Deepika padukone ramp locomotion  for Savyasachi Mukherjee

અભિનેત્રી દીપિકા પાદુકોણને કોઈ ઓળખની જરૂર નથી. આ ખૂબસૂરત અભિનેત્રીએ પોતાની અભિનયક્ષમતાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નામ, દામ અને કીર્તિ મેળવી છે. હાલમાં જ અભિનેત્રી સબ્યસાચીના કાર્યક્રમમાં રેમ્પ વોક કરતી નજરે પડી હતી.
દિપીકાના ફેન્સની સંખ્યા લાખોમાં છે. લોકો તેની એક ઝલક જોવા માટે આતુર હોય છે. પ્રેગ્નન્સી બાદ દીપિકા પાદુકોણ માતૃત્વનો આનંદ માણી રહી છે અને તેની નાનકડી પરી સાથે તેનો સમય પસાર કરી રહી છે.

ગયા વર્ષે અભિનેત્રી દીપિકા પાદુકોણે એક સુંદર બાળકીને જન્મ આપ્યો હતો. આ બાળકીનું નામ તેણે દુઆ રાખ્યું છે. દુઆ પિતા રણવીર સિંહ અને માતા દીપિકા પાદુકોણની ઘણી જ લાડકી છે. તેથી જ કદાચ દીપિકાએ તેના કામકાજથી થોડો સમય બ્રેક લીધો અને દુઆ સાથે સમય વિતાવવાનુ નક્કી કર્યું હતું. હવે દીપિકા પોતાના કામકાજ પર ફોકસ કરી રહી છે. ડિલિવરી બાદ તે હાલમાં ફરીવાર રેમ્પ પર વોક કરતી નજરે પડી હતી. રેમ્પ પર વોક કરતી દીપીકાનો લુક જોઈને તેના ફેન્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા, કારણ કે તેનો લુક હૂબહું અભિનેત્રી રેખાના બોસી લુક સાથે મેળ ખાતો હતો. આ રેમ્પવોક બાદ તેના ચાહકો દીપિકા પાદુકોણની તુલના અભિનેત્રી રેખા સાથે કરવા લાગ્યા છે.

આ પણ વાંચો: અક્ષય કી તો નીકલ પડીઃ સ્કાય ફોર્સ બીજા દિવસે પણ કમાઈ કરોડોમાં, આજનો દિવસ મહત્વનો…

ફેશન ડિઝાઈનર સબ્યસાચીની પચ્ચીસમી એનિવર્સરી માટે એક શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દીપિકા પાદુકોણે પણ ભાગ લીધો હતો અને રેમ્પ વોક કર્યો હતો. રેમ્પ પર દીપિકાએ પોતાની અદાઓના કામણ પાથર્યા હતા અને લોકોને ઘાયલ કર્યા હતા. દીપિકાના લુક પર દરેકની નજર ખોડાઈ ગઈ હતી.

દીપિકાએ વાઈટ પેન્ટ, ટોપ અને ટ્રેન્ચ કોટ પહેર્યો હતો. આ સાથે ગળામાં તેણે રૂબી અને ડાયમંડનું ક્રોસ પેન્ડન્ટ પણ પહેર્યું હતું. કાળા ગ્લવ્ઝ, વાળમાં હાઈ બન અને ચશ્મા સાથે તેણે પોતાનો સ્ટનીંગ લુક કમ્પ્લીટ કર્યો હતો.

આ પણ વાંચો: ડિવોર્સની અફવા વચ્ચે પબ્લિકમાં Aishwaryanaના વાળ સરખા કરતો દેખાયો Abhishek Bachchan?

દીપિકા પાદુકોણનો આ લુક સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. લોકો દીપિકાની સરખામણી અભિનેત્રી રેખા સાથે કરી રહ્યા છે અને જાતજાતની કમેન્ટ્સ કરી રહ્યા છે. એકે લખ્યું હતું કે આ તો હૂબહૂ રેખા જેવી દેખાઈ રહી છે. બીજાએ લખ્યું હતું કે મને ‘રેખા વાઇબ્સ’ આવી રહ્યા છે. તો વળી એકે લખ્યું હતું કે આ રેખાના જુના વર્ઝન જેવી લાગી રહી છે. તો કોઈએ વળી એમ પણ જણાવ્યું હતું કે દીપિકાએ રેખાની હેર સ્ટાઈલની ડીટ્ટો કોપી કરી છે.
તમારું આ મામલે શું માનવું છે તે અમને જરૂરથી લખીને જણાવજો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને