Uddhav Thackeray Favored the conjugation  authorities  astatine  the centre Image Source: NewsClick

મુંબઈ: ઉદ્ધવ ઠાકરેની દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત, એ મુલાકાતમાં પોતાને મુખ્ય પ્રધાનપદનો ચહેરો બનાવવાની માગણીના અહેવાલો, દાદરમાં થયેલી બેનરબાજી અને હવે ફરી દશેરાના દિવસે શિવાજી પાર્કમાં ઉદ્ધવ ઠાકરેને ભવિષ્યના મુખ્ય પ્રધાન ગણાવતા બેનરોને પગલે ઉદ્ધવ ઠાકરેની મુખ્ય પ્રધાન બનવાની ઇચ્છા હોવાનો ગણગણાટ ફરી ગૂંજ્યો છે અને તેના કારણે મહાવિકાસ આઘાડીમાં તિરાડ પડે તેવી શક્યતાઓ પણ વધી છે.

આ પણ વાંચો : હેં, મ્હાડાની લોટરીમાં ઠાકરે પરિવારના સભ્યને પવઈમાં મળ્યું ઘર?!

અત્યાર સુધી મહાયુતિ કે મહાવિકાસ આઘાડીએ કોઇને પણ મુખ્ય પ્રધાનપદના દાવેદાર તરીકે જાહેર કરવામાં આવ્યા નથી. એવામાં ઉદ્ધવ ઠાકરેને ફરીથી તેમના સમર્થકો દ્વારા ભવિષ્યના મુખ્ય પ્રધાન તરીકે ચિતરવામાં આવતા મહાવિકાસ આઘાડીમાં અસંતોષનો માહોલ ઊભો થાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો : દશેરા પર રાજ ઠાકરેએ મહારાષ્ટ્રના નેતાઓના રાજકારણ પર નિશાન સાધ્યું

ઉલ્લેખનીય છે કે આ વર્ષે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને શિવાજી પાર્કમાં રેલી યોજવાની જ્યારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને આઝાદ મેદાનમાં દશેરાની રેલી યોજવાની પરવાનગી આપવામાં આવી હતી અને બંને જગ્યાએ સવારથી જ ઘણી ભીડ જોવા મળી હતી. આટલી મોટી સંખ્યામાં ઉમટેલા સમર્થકોની સામે પોતાના પ્રમુખને ભવિષ્યના મુખ્ય પ્રધાન ગણાવતા બેનરો લગાવવામાં આવતા મહાવિકાસ આઘાડીના અન્ય સાથી પક્ષો એનસીપી(શરદ પવારની રાષ્ટ્રવાદી કૉંગ્રેસ) અને શિવસેના(ઉદ્ધવ ઠાકરે)ના નારાજ થાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો : મદરેસા શિક્ષકોના વેતનમાં વધારો: સરકાર મુસ્લિમ વિરોધી નથી એ સાબિત થયું : રામદાસ આઠવલે

શરદ પવાર પણ પતાના પક્ષના મોટા નેતાને અને ખાસ કરીને રોહિત પવારને મુખ્ય પ્રધાન તરીકે જોવા માગતા હોવાની ચર્ચા છે અને કૉંગ્રેસ પણ મુખ્ય પ્રધાનનું પદ જતું કરે તેવા મૂડમાં ન જણાતી હોવાથી આ બેનરોના કારણે ફરી વિવાદ ઊભો થયો છે.