bjp mp nishikant dubey demands investigation

નવી દિલ્હીઃ અમેરિકાની સંસ્થા ‘યુએસએડ’ દ્ધારા ભારતને વિભાજિત કરવા મામલે વિવિધ સંસ્થાઓને રૂપિયા આપવાના દાવો કરતા આજે સરકાર સમક્ષ માંગ કરી હતી કે સરકાર આ મામલાની તપાસ કરે અને જો કોઇ વ્યક્તિ દોષિત ઠરે તો જેલમાં મોકલી દેવામાં આવે, એમ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સાંસદ નિશિકાંત દૂબેએ માગણી કરી હતી. દૂબેએ કોંગ્રેસ સાથે અમેરિકન બિઝનેસમેન જ્યોર્જ સોરોસ સાથે સંબંધ હોવાનો આરોપ ફરી દોહરાવ્યો હતો.

Also work : ફ્રાન્સ, અમેરિકાની મુલાકાતે રવાના થયા પીએમ મોદી, કરશે AI સંમેલનની સહ-અધ્યક્ષતા…

શૂન્યકાળ દરમિયાન આ મુદ્દો ઉઠાવતા ભાજપના સાંસદે કહ્યું હતું કે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ‘યુએસએડ’ સંસ્થાને સંપૂર્ણપણે બંધ કરી દીધી છે કારણ કે તે વર્ષોથી વિવિધ સરકારોને ઉથલાવી પાડવા માટે પૈસા ખર્ચી રહી હતી.

તેમણે કહ્યું કે વિપક્ષે જણાવવું જોઈએ કે યુએસએડએ ભારતના ભાગલા પાડવા માટે જ્યોર્જ સોરોસના ઓપન સોસાયટી ફાઉન્ડેશનને 5,000 કરોડ રૂપિયા આપ્યા હતા કે નહીં. દુબેએ સવાલ ઉઠાવ્યો હતો કે શું ‘યુએસએડ’એ તાલિબાનને રૂપિયા આપ્યા હતા કે નહીં?

તેમણે કહ્યું કે આ અમેરિકન સંસ્થાએ આતંકવાદી અને નક્સલવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતા કેટલાક સંગઠનોને પૈસા આપ્યા હતા કે નહીં. ભાજપના સાંસદે દેશમાં માનવાધિકારના નામ પર અને સેન્ટર ફોર પોલિસી રિસર્ચના નામ પર વિવિધ સંસ્થાઓને યુએસએડ દ્ધારા પૈસા આપવાનો આરોપ લગાવતા સરકારને વિનંતી કરી કે તેઓ આની તપાસ કરે અને દેશને નુકસાન પહોંચાડવા માટે પૈસા લેનારાઓને જેલમાં ધકેલી મોકલે.

Also work : ‘મુંબઈ સમાચાર ગ્લોબલ ગુજરાતી આઈકન એવોર્ડ-દ્વિતીય’ ફરી ધૂમ મચાવશે દુબઈમાં

દૂબે દ્વારા લગાવવામાં આવેલા આ આરોપો સામે કોંગ્રેસના સભ્યોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. કેટલાક સભ્યો આ સંદર્ભમાં મુદ્દો ઉઠાવવા માંગતા હતા. જોકે, અધ્યક્ષા સંધ્યા રાયે કહ્યું કે શૂન્યકાળમાં વ્યવસ્થાનો કોઈ પ્રશ્ન જ હોતો નથી. ભાજપના સાંસદ દુબે અગાઉ પણ ગૃહમાં આ મુદ્દાઓ ઉઠાવતા રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને