Supreme Court justice  scolded women lawyer   of Delhi HC barroom  council

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં પુરુષ ન્યાયધીશોની સંખ્યા સામે મહિલા ન્યાયાધીશોની સંખ્યા અંગે સવાલ પુછાતા સુપ્રીમ કોર્ટના જજ નારાજ થયા હતાં. સુપ્રીમ કોર્ટમાં મહિલાઓના પર્યાપ્ત પ્રતિનિધિત્વના અભાવ પર દિલ્હી હાઈકોર્ટના વકીલો દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં (Female Judge successful Supreme court) આવ્યા હતાં, આ અંગે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની બેંચે વકીલને કોર્ટની ગરિમા જાળવવા કહ્યું હતું. ખંડપીઠે કહ્યું હતું કે બહુ થયું, કોર્ટ સાથે રમત કરશો નહીં.

દિલ્હી બાર એસોશિયેશને ઉઠાવ્યા સવાલ:
આ મામલો દિલ્હી હાઈકોર્ટ બાર એસોસિએશન (DHCBA)માં મહિલા વકીલો માટે 33 ટકા અનામતની માંગ સાથે સંબંધિત હતો. DHCBA વતી વરિષ્ઠ વકીલ મીનાક્ષી લેખીએ દલીલ કરી હતી કે દિલ્હી હાઈકોર્ટ બારમાં માત્ર 22 ટકા મહિલા વકીલો છે અને અમે DHCBAની એક્ઝિક્યુટિવ કમિટીમાં 33 ટકાથી વધુ અનામતની માંગ કરી રહ્યા છીએ અને બાર આપોઆપ 20 ટકા પસંદ કરી રહ્યું છે.

દરમિયાન આ કેસમાં હાજર રહેલા એક વકીલે કહ્યું કે હાઈકોર્ટના વકીલો પૂછી રહ્યા છે કે સુપ્રીમ કોર્ટમાં કેટલી મહિલા જજ છે.

Also Read – દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ગંભીર, AQI 500ને પાર, નોઈડા-ગુરુગ્રામમાં પણ શાળાઓ ઑનલાઇન

જસ્ટિસ સૂર્યકાન્તે નારાજગી વ્યક્ત કરી:
તેના પર જસ્ટિસ સૂર્યકાન્તે કહ્યું કે, જો તમારે આ બધી વાતો કરીને દર્શકોને ખુશ કરવા હોય તો 10 વાર કહો. તમે આગમાં ઘી ના હોમો. અમે કંઈ સાંભળીશું નહીં. હવે અમે આ કેસના મુદ્દાને ધ્યાનમાં લઈશું અને આ મુદ્દે નિર્ણય લઈશું. બેન્ચે આખરી દલીલો માટે 29 નવેમ્બરની તારીખ નક્કી કરી હતી અને કહ્યું હતું કે ત્રણ દિવસમાં આ મુદ્દે ચુકાદો સંભળાવવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે વકીલોને સલાહ આપી કે કોર્ટની ગરિમાને અસર કરતા નિવેદનો ન આપે. ન્યાયતંત્રને પડકારવાના કોઈપણ પ્રયાસને ગંભીરતાથી લેવામાં આવશે.

આ વર્ષની શરૂઆતમાં, ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે સુપ્રીમ કોર્ટમાં ચર્ચા દરમિયાન વારંવાર હાને બદલે ‘યા-યા’ શબ્દનો ઉપયોગ કરવા બદલ વકીલને ઠપકો આપ્યો હતો. આકરા શબ્દોમાં ઠપકો આપતા તેમણે વકીલને કહ્યું કે તેમને ‘યા’ શબ્દથી એલર્જી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને