પુણે: બારામતી મતદારસંઘમાં નરેન્દ્ર મોદીને પ્રચાર રેલી સંબોધવા માટે હું વિનંતી નહીં કરું, કારણ કે આ અમારા પરિવાર વચ્ચેની લડાઈ છે, એવું મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે જણાવ્યું હતું.
આ પણ વાંચો : મહાવિકાસ આઘાડીમાં ચૂંટણી ઢંઢેરા અંગે અજિત પવારે કહ્યું લોકોને ગેરમાર્ગે દોરનારો છે…
અજિત પવાર સીટિંગ વિધાનસભ્ય છે અને તેઓ આ વખતે શરદ પવાર જૂથની એનસીપીના ઉમેદવાર અને તેમના ભત્રીજા યુગેન્દ્ર પવારનો સામનો કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦મી નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મહારાષ્ટ્રમાં ત્રણ ઠેકાણે પ્રચાર રેલીને સંબોધી હતી.
બારામતીમાં અમારા પરિવાર વચ્ચે જ લડાઈ છે, એવું અજિત પવારે પત્રકારોને જણાવીને ઉમેર્યું હતું કે આ જ કારણથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બારામતી મતદારસંઘમાં પ્રચાર રેલીને સંબોધવાની કોઇ જરૂર ન જણાતી હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો : યોગીના નારા ‘બટેંગે તો કટેંગે’ અંગે અજિત પવારે કહ્યું ‘મહારાષ્ટ્રના લોકોને ગમશે નહીં…’
એનસીપીના ઉમેદવારો પણ ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ તેમના મતદારસંઘમાં પ્રચાર કરવા ન આવે તો ચાલશે, એવું અજિત પવારને પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે પ્રચાર માટે ખૂબ જ ઓછો સમય બચ્યો છે અને આમ પણ ચૂંટણીના ખર્ચની મર્યાદા પણ નડી રહી છે.
(એજન્સી)