Baahubali fame Prabhas volition  present  beryllium  seen successful  'Kannappa', poster launched

ચેન્નઈઃ બાહુબલી ફેમ પ્રભાસ હંમેશાં તેના ચાહકોના દિમાગમાં છવાયેલો રહે છે, જે આગામી ફિલ્મ કન્નપ્પામાં જોવા મળશે. બાહુબલી પછી પ્રભાસને સાઉથ જ નહીં, પરંતુ દુનિયામાં આગવી ઓળખ મળી છે. કલ્કી પછી હવે તેની આગામી ફિલ્મ કન્નપ્પામાં જોવા મળશે.

કલ્કી 2898 બાદ પ્રભાસની બહુપ્રતિક્ષિત તેલુગુ પૌરાણિક ફિલ્મ કન્નપ્પાના પ્રભાસના ફર્સ્ટ લૂક પોસ્ટરનું આજે અનાવરણ કરવામાં આવ્યું હતું. પ્રભાસ આ ફિલ્મમાં રુદ્રનાનું પાત્ર ભજવે છે. પ્રભાસે ઇન્સ્ટાગ્રામ પર આ લુકનું અનાવરણ કર્યું અને લખ્યું હતું “ધ ડિવાઇન ગાર્ડિયન રુદ્ર.

રુદ્રના રૂપમાં મારા દેખાવનું અનાવરણ કરી રહ્યો છું. #કન્નપ્પામાં અતૂટ રક્ષક તરીકે તાકાત અને શાણપણનું મૂર્ત સ્વરૂપ. ભક્તિ, બલિદાન અને પ્રેમની કાલાતીત યાત્રા. અમારી સાથે જોડાઓ. મહાકાવ્ય, 25 એપ્રિલ, 2025ના રોજ સિનેમાઘરોમાં આવી રહ્યું છે #હરહરમહાદેવ.”

આપણ વાંચો: પ્રભાસ બાદ હવે Kattappa બનશે Salman Khanના મામા? શું છે સત્ય?

પોસ્ટરમાં પ્રભાસ એક સંન્યાસી તરીકે જોવા મળે છે, તેના વાળ ખુલ્લા છે. તેણે ગળામાં રૂદ્રાક્ષની માળા પહેરી છે. હાથમાં ત્રિશુલ જેવું શસ્ત્ર છે અને પાછળ ભગવાન શિવનું ચિત્ર છે. પોસ્ટરની ઉપર લખ્યું છે, “તે તોફાન છે! ભૂતકાળ અને ભવિષ્યના સમયનો માર્ગદર્શક. ભગવાન શિવની આજ્ઞાથી શાસન કરે છે!” પોસ્ટર પણ લોકોને ખૂબ પસંદ આવી રહ્યું છે.

મુકેશ કુમાર સિંહ દ્વારા નિર્દેશિત, કન્નપ્પા ભગવાન શિવના સૌથી શ્રેષ્ઠ અનુયાયી, કન્નપ્પાની વાર્તા પર આધારિત છે. આ ફિલ્મમાં વિષ્ણુ મંચુ મુખ્ય ભૂમિકામાં છે અને તેમાં અભિનેતા અક્ષય કુમાર, મોહનલાલ અને કાજલ અગ્રવાલ પણ કેમિયો કરી રહ્યા છે. કન્નપ્પા 25 એપ્રિલ, 2025ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને