48 કલાક બાદ એટલે કે 9મી ફેબ્રુઆરીથી જ્યોતિષશાસ્ત્રમાં લાલ ગ્રહ તરીકે ઓળખાતા મંગળ ગ્રહ અને ન્યાયના દેવતા ગણાતા શનિદેવ મળીને વિશેષ યોગ બનાવી રહ્યા છે જેને કારણે અમુક રાશિના જાતકોને ધનાધન લાભ થશે. આ દિવસે શનિ અને મંગળ એકબીજાથી 120 ડિગ્રી પર પર હશે અને એને કારણે નવપંચમ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આવો જોઈએ આ યોગથી કઈ રાશિના જાતકોને લાભ થઈ રહ્યો છે.
મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહને મહત્ત્વના માનવામાં આવે છે, પણ શનિ અને મંગળને આ બધામાં ખુબ જ મહત્ત્વના માનવામાં આવ્યા છે. એક તરફ જ્યાં શનિ દરેકને તેમના કર્મો પ્રમાણે ફળ આપે છે તો બીજી બાજું મંગળ ગ્રહોના સેનાપતિ છે અને તેમને આત્મવિશ્વાસ, ઉર્જા, સાહસ વગેરે સાથે જોડીને જોવામાં આવે છે. 9મી ફેબ્રુઆરીના સાંજે 6.37 કલાકે મંગળ અને શનિ એક બીજાથી નવમા અને પાંચમા ભાવ એટલે 120 ડિગ્રી પર હશે. આવી સ્થિતિમાં શનિ અને મંગળ બંને નવપંચમ યોગ બનાવી રહ્યા છે. આ યોગને કારણે અમુક રાશિના જાતકોને ખૂબ જ લાભ થશે, આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
કર્કઃ
કર્ક રાશિના જાતકો માટે બની રહેલો આ નવપંચમ રાજયોગ ખુબ લાભકારી સિદ્ધ થશે. આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે, જેને કારણે આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રે લાભ થઈ રહ્યો છે. વેપાર ધંધામાં સારો એવો નફો પણ થઈ શકે તેવા યોગ છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. ધનલાભના પ્રબળ યોગ છે, પણ નકામા ખર્ચથી બચવાની જરૂર છે. જીવનમાં ખુશહાલી આવશે.
મીનઃ
મીન રાશિના જાતકો માટે પણ આ નવપંચમ રાજયોગ ખાસ રહેશે. આ રાશિના જાતકોની સુખ સુવિધાઓમાં વૃદ્ધિ થશે. ઘર પરિવારનો સંપૂર્ણ સાથ મળી શકે છે. કરિયરમાં થોડું દબાણ મહેસૂસ કરતા હશો તો તેમાંથી પણ મુક્તિ મળી શકે છે. વેપારમાં તમારા હરીફોને આકરી ટક્કર આપશો. જીવનમાં સુખ શાંતિ રહેશે. જીવનસાથી સાથે કોઈ મનમુટાવ ચાલી રહ્યો હશે તો તેનો પણ અંત આવશે.
આ પણ વાંચો : આજનું રાશિફળ (07-02-25): મિથુન, કર્ક અને કુંભ રાશિના લોકોને આજે કામના સ્થળે મળશે સફળતા, જાણી લો શું છે તમારી રાશિના હાલ…
કુંભઃ
કુંભ રાશિના જાતકો માટે આ નવપંચમ રાજયોગ લાભદાયી રહેશે. આધ્યાત્મ તરફ વધુ ઝૂકાવ રહેશે. આવામાં ધાર્મિક કાર્યોમાં આગળ પડતો ભાગ લઈ શકો છો. નોકરી માટે સારા પરિણામ આવી શકે છે. સહકર્મીઓ સાથે સારો સમય પસાર થશે. સટ્ટાબાજી અને ટ્રેડના માધ્યમથી વેપારમાં લાભ થશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. કમાણીના નવા નવા રસ્તા ખુલી શકે છે. તમામ ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો. સુખ-શાંતિમાં વૃદ્ધિ થશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને