વિશ્વ સુંદરી પ્રિયંકા ચોપરા હાલમાં ભારતમાં છે. તેના ભાઈ સિદ્ધાર્થ ચોપરાના લગ્ન માટે તે સહપરિવાર ભારત આવી છે. તેણે પોતાના કામની જવાબદારીઓમાંથી થોડો સમય વિરામ લીધો છે અને ભાઈના લગ્નમાં આવી છે. પ્રિયંકા સાથે તેની દીકરી માલતી મેરી, તેનો પતિ નીક જોનાસ ઉપરાંત તેના સાસરિયાઓ પણ લગ્નમાં હાજરી આપવા માટે ભારતમાં આવ્યા છે. દરમિયાન અભિનેત્રીએ આ લગ્ન સમારંભમાં બધાનું પોતાના ધ્યાન ખેંચ્યું હતું.
ભાઇના સંગીત સેરેમની સમારોહમાં પ્રિયંકા અને નીક વાદળી રંગના મેચિંગ પોશાકમાં જોવા મળ્યા હતા. ફાલ્ગુની શેન પીકોક દ્વારા બનાવવામાં આવેલા લેંઘામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. પ્રિયંકાએ ડાયમંડ નેકલેસ અને બ્રેસલેટ પહેર્યા હતા અને ગ્લોઇંગ મેકઅપથી લુકમાં વધારો કર્યો હતો.
પ્રિયંકા ચોપરાએ તેના ભાઈના લગ્નમાં પતિ સાથે ડાન્સ પણ કર્યો હતો. લગ્ન સ્થળ પર પ્રિયંકા આખો સમય તેના ભાઈ સાથે જોવા મળી હતી. ક્યારેક તે પોતાના ભાઈનો હાથ પકડી રાખતી હતી, તો ક્યારેક તેની ભાભી નીલમ ઉપાધ્યાયને મદદ કરતી હતી. ભાઈની મહેંદી સેરેમનીમા પ્રિયંકાએ સુંદર ઑફ શોલ્ડર ફ્લોરલ ગાઉન પહેર્યું હતું અને સાથે બલ્ગારી નેકલેસ પહેર્યો હતો, જેની કિંમત ૧૦ થી ૧૨ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
પિતરાઈ ભાઈના લગ્ન હોય અને બહેન પરિણીતી ચોપરા ના હોય તો કેમ ચાલે! સિદ્ધાર્થના મેરેજમાં પરિણીતી ચોપરા પણ પતિ રાઘવ ચઢ્ઢા સાથે પહોંચી હતી. તે ખૂબ જ ખુશ દેખાતી હતી અને તેણે સ્મિત સાથે પાપારાઝીઓને પોઝ પણ આપ્યા હતા. સિદ્ધાર્થ ચોપરાના મેરેજમાં પિતરાઈ બહેન મીરા ચોપરા પણ તેના પતિ રક્ષિત કેજરીવાલ સાથે પહોંચી હતી. તેણે હાથ જોડીને પાપારાઝીઓનું સ્વાગત કર્યું હતું અને સ્મિત સાથે પોઝ આપ્યા હતા.
પ્રિયંકાની અન્ય પિતરાઈ બહેન મનારા ચોપરા પણ ખૂબ જ સુંદર લાગી રહી હતી. મનારા હિન્દી અને દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કામ કરે છે. તે bigg brag 17 માં જોવા મળી હતી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને