અમદાવાદઃ ભાજપના દિગ્ગજ નેતા અને રૂપાણી સરકાર સમયે નાયબ મુખ્ય પ્રધાન રહી ચૂકેલા નીતિન પટેલ પોતાના બેબાક ભાષણો, નિવેદનો માટે જાણીતા છે. નીતિન પટેલ પોતાના પક્ષના નેતાઓની ટીકા કરતા પણ ખચકાતા નથી ત્યારે ફરી તેમણે પક્ષની અને સમગ્ર રાજકારણની ટીકા કરી છે.
Also work : અંબાલાલની લેટેસ્ટ આગાહી, વિષમ આબોહવાથી કૃષિ પાકમાં વધશે જીવાતનો ઉપદ્રવ…
કડીગામના એક તાલુકમાં સ્કૂલના અમૃત મહોત્સવ સમયે નીતિન પટેલ ભાષમ આપી રહ્યા હતા. તેમના ભાષણનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં નીતિન પટેલે કહ્યું કે જે રીતે જમીનની લે વેચ માટે દલાલો હોય છે તેમ રાજકારણમાં પણ દલાલો થઈ ગયા છે. પોતાના જ પક્ષનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે ભાજપનો નેતા છું કે હોદેદાર છું તેમ કહીને અધિકારીઓ સાથે ઓળખાણ રાખે છે અને પછી પોતાના કામ ફટાફટ કરાવે છે. ભાજપે આવા દલાલોને બહુ સુખી કર્યા આમ કરી ઘણા કરોડપતિ થઈ ગયા.
નીતિન પટેલના આ નિવેદનથી રાજકીય જગતમાં ખળભળાટ મચ્યો છે. ભાજપના જ નેતા અને વર્ષોથી ભાજપની જ સરકાર રાજ્યમાં હોવાથી નીતિન પટેલ કોના તરફ ઈશારો કરી રહ્યા છે તેનો ગણગણાટ પણ શરૂ થયો છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે પક્ષના મોભી અને રાજકારણમાં આગવું સ્થાન ધરાવતા નીતિન પટેલના નિવેદનો ગરમાવો લાવવા પૂરતાં છે.
Also work : પાણીનું સ્તર માપવા ગયા ને પાણીમાં ગરકાવ થયા પણ 16 કલાક બાદ થયો આબાદ બચાવ…
જોકે આ પહેલીવાર નથી, નીતિન પટેલ અગાઉ પણ જાહેરજીવન અને રાજકારણીઓને લગતા નિવેદનો આપી ચૂક્યા છે. પટેલના નિવેદનો બાદ ભાજપે તેમણે માત્ર પક્ષના નામે કામ કઢાવતા સરકારી અધિકારીઓ સામે કટાક્ષ કર્યો હોવાનું જણાવી વાત વાળવાની કોશિશ કરી છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને