India's Only Tax-Free State

પહેલી ફેબ્રઆરીના જ કેન્દ્રિય નાણાં પ્રધાન નિર્મલા સિતારમણે આર્થિક બજેટ રજૂ કર્યું. આ બજેટને મધ્યમવર્ગીય માણસનું બજેટ કહેવાઈ રહ્યું છે, જેમાં 12 લાખ રૂપિયા સુધીની આવકને ટેક્સના દાયરામાં બહાર રાખવામાં આવી છે. પરંતુ આજે અમે અહીં તમને ભારતના જ એક એવા રાજ્ય વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જ્યાં ટેક્સ નથી લેવામાં આવતો. ચોંકી ગયા ને? કે ભાઈસાબ આવું કઈ રીતે શક્ય છે? ભારતમાં હોવા છતાં પણ આ રાજ્ય ટેક્સ ફ્રી કઈ રીતે રહી શકે? ચાલો તમને આ વિશે જણાવીએ અને જણાવીએ કે આખરે માંઝરો છે શું-

અમે અહીં જે રાજ્યની વાત કરી રહ્યા છીએ એ ભારતના સેવન સિસ્ટર ગણાતા સાત રાજ્યમાંથી એક છે અને એનું નામ છે સિક્કીમ. જી હા, સિક્કીમમાં ટેક્સ નથી લગાવવામાં આવતો. મે, 1975માં સિક્કીમનું ભારતમાં વિલય કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં પણ એ જ સમયે સિક્કીમને સ્પેશિયલ સ્ટેટનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિલય સમયે જ શરત મૂકવામાં આવી હતી કે સિક્કીમ ભલે ભારતનું 22મુ રાજ્ય બને પણ તેમની જૂની કર પ્રણાલીને બરકરાર રાખવામાં આવશે. ભારતમાં સામેલ થતાં પહેલાં સિક્કીમની એક અલાયદી ટેક્સ વ્યવસ્થા હતી અને ત્યાંના લોકો ભારતીય આયકર અધિનિયમ હેઠળ કોઈ ટેક્સ નહોતો ભરવો પડતો.

 India's Only Tax-Free State

ભારત સરકાર દ્વારા સિક્કીમના નિવાસીઓને ઈન્કમટેક્સમાંથી રાહત આપવા માટે આયકર અધિનિયમની ધારા 10 (26AAA) લાગૂ કરવામાં આવી છે. આ હેઠળ સિક્કીમના રહેવાસી જે ભારતમાં વિલય પહેલાંથી ત્યાં રહેતાં હતા એમને કોઈ પણ પ્રકારનો ટેક્સ નથી આપવો પડશો. આ નાગરિકોમાં એવા લોકોનો સમાવેશ થાય છે તે જેમની આવક સિક્કીમમાંથી જ છે છે જેમ કે નોકરી, બિઝનેસ, પ્રોપર્ટી કે વ્યાજથી થનારી આવક.

આ પણ વાંચો : Budget 2025: સરકાર આ વખતે લેશે પંદર લાખ કરોડ રુપિયાની લોન…

ખાસ વાત તો એ છે કે અહીંના નાગરિકોને ટેક્સમાંથી મળતી છૂટ માત્ર આવક પૂરતી જ મર્યાદિત ના રહેતાં શેર બજાર અને બીજા અન્ય રસ્તાથી મળનારા વ્યાજ અને ડિવિડન્ટ પર પણ લાગુ થાય છે. સિક્કીમને આ વિશેષ સહુલિયત આપવાનો હેતુ રાજ્યના આર્થિક સ્ટેટસને મજબૂત કરીને અહીંના લોકોને ફાઈનાન્શિયલ ફ્રીડમ આપવાનો હતો.

દરમિયાન એસોસિએશન ઓફ ઓલ્ડ સેટલર્સ ઓફ સિક્કીમે સુપ્રીમ કોર્ટમાં એક યાચિકા દાખલ કરીને જણાવ્યું હતું કે 1975થી પહેલાં રહેનારા લોકોને ટેક્સમાં રાહત મળવી જોઈએ. આવી પરિસ્થિતિમાં સુપ્રીમ કોર્ટે આ યાચિકા પર ઈન્કમટેક્સમાંથી રાહત આપવાનો ચૂકાદો આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને