ભુજ: તાલુકાના માનકુવા ગામના ધોરીમાર્ગ પર આજે સવારે દસેક વાગ્યાના અરસામાં ભુજ તરફ જતી રિક્ષાને સામેથી રોંગ સાઈડમાં આવતી ટ્રકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. ગમખ્વાર અકસ્માતમાં રિક્ષામાં સવાર એક પાંચ વર્ષના બાળક સહિત કુલ 8 જેટલા મુસાફરોને ગંભીર ઈજા પહોંચી હતી.
Also work : ગાંધીધામમાં 42 વર્ષે પુરુષને બીજી વખત પરણવાનું ભારે પડ્યું, જાણો હકીકત?
આ અકસ્માતમાં એક અજાણ્યા પુરુષની હાલત ગંભીર બતાવાઈ રહી છે. ઘાયલોમાં સીમા રવિ ગોરસિયા (૪૦), હવાબાઈ રહીમ ગજણ (૪૨), આમિર સકીલ ગજણ (૫), રાઈકબાઈ મામદ પઢીયાર (૫૬), આદ્રિયાબેન જુણસ ભૂરેયા (૨૦), લાલજી ભગુ જોગી (૩૫) અને જશુબેન દેવજી વરશાણીનો સમાવેશ થાય છે.
Also work : શોકિંગઃ અમદાવાદમાં એઈડ્સથી પીડાતા યુવાને 12 યુવતીને પ્રેમજાળમાં ફસાવી, સગીરાને લઈને પણ થયો હતો ફરાર
અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા અને તાત્કાલિક એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી હતી. તમામ ઘાયલોને સારવાર માટે જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. માનકુવા પોલીસે ઘટનાની નોંધ લઈ આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને