મહારાષ્ટ્રના વીજગ્રાહકો માટે માઠા સમાચારઃ ઈલેક્ટ્રિસિટીના દર વધારાની લટકતી તલવાર…

2 hours ago 1
 Electricity complaint   hike is simply a hanging sword

મુંબઈ: રાજ્યના વીજગ્રાહકો પહેલાથી વીજળીના દર વધારાને કારણે હેરાન છે ત્યારે તેમના માથે વધુ દર વધારોનો બોજો પડવાની શક્યતા છે. મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (એમઇઆરસી) બહુવાર્ષિક વીજદર વિનિયમ (મલ્ટિએન્યુઅલ ઇલેક્ટ્રિસિટી રેટ રેગ્યુલેશન્સ) રજૂ કર્યું છે. દરેક વીજળી કંપનીઓને આગામી પાંચ વર્ષ માટે વીજદર વધારાનો પ્રસ્તાવ નવેમ્બર અંત સુધી ઇલેક્ટ્રિસિટી કમિશન પાસે રજૂ કરવાનું ફરજિયાત છે. તેથી સંબંધિત વીજળી કંપનીઓ આગામી દિવસોમાં વીજળીના દરમાં વધારો કરશે એ સ્પષ્ટ થઇ ગયું છે જેનો બોજો સામાન્ય વીજગ્રાહકો પર પડશે.

આ પણ વાંચો : મુંબઈ, થાણેમાં આજે અને આવતી કાલે યલો એલર્ટ

વીજ કાયદાની જોગવાઇ અને એમઇઆરસીના રેગ્યુલેશન્સની જોગવાઇ અનુસાર વીજળી નિર્માણ, વીજળી વહન અને વીજળી વિતરણ કંપનીને જરૂરી હોય એવી મહેસુલની જરૂરિયાત પંચ સમક્ષ રજૂ કરીને તેને મંજૂર કરવાનું ફરજિયાત છે. આ બાબતના નિયમો એમઇઆરસી દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. તે અનુસાર ૨૦૨૫-૨૦૨૬થી ૨૦૨૯-૨૦૩૦ સુધી મલ્ટિએન્યુઅલ રેવેન્યુ રિક્વાયરમેન્ટનો પ્રસ્તાવ વીજળી કંપનીઓને વીજ કમિશન પાસે રજૂ કરવાનો રહેશે. તેથી મહાનિર્મિતી, મહાપારેષણ, મહાવિતરણ, અદાણી ઇલેક્ટ્રિસિટી, બેસ્ટ, ટાટા પાવર સહિત તમામ વીજ નિર્માણ, પારેષણ અને વીજળી વિતરણ કરતી કંપનીઓને વીજદર નિશ્ચિત કરતો પ્રસ્તાવ રજૂ કરવાનો રહેશે.
પ્રસ્તાવ શું છે?

  • ૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪ આર્થિક વર્ષમાં વીજળી કંપનીઓને થયેલા વધારાના ખર્ચ પ્રિસાઇસ એડજસ્ટમેન્ટ (ચોક્કસ ગોઠવણ) હેઠળ સમાવેશ કરવામાં આવશે.
  • ૨૦૨૪-૨૫ વર્ષના વધારાનો ખર્ચનો સમાવેશ પણ ચોક્કસ ગોઠવણ હેઠળ કરાશે.
  • આગામી પાંચ વર્ષ માટે રેવન્યુ રિક્વાયરમેન્ટ

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article