મુંબઇઃ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં ખાતરની ફેક્ટરીમાં રિએક્ટરમાં થયેલા વિસ્ફોટ બાદ ગેસ લીક થવાથી ત્રણ લોકોના મોત થયા છે અને અન્ય 10 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, એવી એક અધિકારીએ શુક્રવારે માહિતી આપી છે.
આ પણ વાંચો : વોટિંગ મશીનો કડક સુરક્ષા હેઠળ, સ્ટ્રોંગ રૂમ પર સીસીટીવીની નજર
મળતી માહિતી મુજબ સાંગલી જિલ્લાના કડેગાંવ તાલુકાના શાલગાંવ સ્થિત MIDCમાં આવેલી મ્યાનમાર કેમિકલ કંપનીમાં ગુરુવારે સાંજે લગભગ 6.30 વાગ્યે રિએક્ટરમાં વિસ્ફોટ થતાં ગેસ લીક થયો હતો. આ ગેસ MIDC અને આસપાસની વસાહતોમાં ફેલાઈ ગયો હતો, જેમાં કંપનીના ચાર કર્મચારીઓ અને નજીકની વસાહતોના છ લોકો સહિત લગભગ 10 જણ ગેસ ગળતરનો ભોગ બન્યા હતા. ગુરુવારે મોડી રાત્રે એક મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું. આજે સવારે વધુ બે લોકોના મોત થયા છે.
એમ જણાવવામાં આવ્યું હતું કે ફેક્ટરીમાંથી એમોનિયા ગેસ લીક થવાથી આ દુર્ઘટના સર્જાઇ હોઇ શકે છે. જો કે, આ અંગેની સત્તાવાર માહિતી હજુ સામે આવી નથી. નિષ્ણાતોની ટીમે પણ ગેસ શોધવા માટે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો : ફેક્ટ ચેકઃ શું 1992ના મુંબઈ રમખાણો પર ઉદ્ધવ ઠાકરેએ માફી માગી?
લીકેજને કારણે, બોમ્બલેવાડી, રાયગાંવ અને શાલગાંવ વિસ્તારના રહેવાસીઓને શ્વાસ લેવામાં તકલીફ, આંખમાં બળતરા અને ઉલ્ટીનો જેવી સમસ્યા ઊભી થઇ હતી. તેમને તાત્કાલિક કરહાડની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ અકસ્માત બાદ આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને