મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને નાણાં પ્રધાન અજિત પવારે શનિવારે કહ્યું હતું કે મુંબઈને કેન્દ્રના બજેટમાં 3,500 કરોડ ફાળવવામાં આવ્યા હોવાથી માળખાકીય પ્રોજેક્ટને ગતિ મળશે.
આ પણ વાંચો: Budget 2025: બજેટ અંગે મહારાષ્ટ્રમાંથી શું મળી પ્રતિક્રિયાઓ, ફડણવીસ અને…
મુંબઈના મહત્ત્વના એમયુટીપી-3 પ્રોજેક્ટ માટે બજેટમાં 1,465 કરોડ રૂપિયા અને મુંબઈ મેટ્રો પ્રોજેક્ટ માટે 1,673 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આવી જ રીતે મુંબઈના ઈન્ટિગ્રેટેડ ગ્રીન અર્બન મોબિલિટી પ્રોજેક્ટ માટે 652 કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે. બજેટના આંકડા મુજબ શહેર માટે 3,500 કરોડ આપવામાં આવ્યા છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે આર્થિક ક્લસ્ટર્સને સાંકળવા માટે 1,094 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને