All improvement  enactment    successful  Borivali (East) and Byculla to beryllium  stopped from today

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: શહેરમાં દરરોજ ૭,૦૦૦થી ૮,૦૦૦ મેટ્રિક ટન ક્ધસ્ટ્રકશન અને ડિમોલિશનો કાટમાળ નીકળે છે. કાટમાળના નિકાલ માટેના બજારના દર મુંબઈ મહાનગરપાલિકાના દર કરતા ઓછા હોવાથી બિલ્ડરો પાલિકાના બદલે બારોબાર બહાર કાટમાળનો નિકાલ કરતા હોય છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા અને કાટમાળનો ગેરકાયદે ડમ્પિંગ રોકવા માટે પાલિકા પ્રશાસને તેની ડેબ્રિઝ ઓન કોલ સેવા માટેના દરમાં ૫૦ ટકાનો ઘટાડો કરવાની યોજના બનાવી રહી છે. વધુમાં પાલિકા પ્રશાસન ઓટોડીસીઆરમાં સુધારો કરવા માગે છે, જેમાં ફરજિયાત રીતે બિલ્ડરોને તેમનો કાટમાળ સીધો પાલિકાના પ્રોસેસિંગ પ્લાન્ટમાં પહોંચાડવો પડશે.શહેરમાં દરરોજ લગભગ ૬,૩૦૦ મેટ્રિક ટન કચરો નીકળે છે, જેમાં હવે ક્ધસ્ટ્રકશન અને ડિમોલિશનના કાટમાળનું પ્રમાણ વધી રહ્યું છે અને જે લગભગ ૮,૦૦૦ મેટ્રિક ટન જેટલો થઈ ગયો છે.

છેલ્લા બે મહિનામાં પાલિકાના બે ક્ધસ્ટ્રકશન અને ડિમોલિશન પ્લાન્ટમાં ૧૦,૦૦૦ મેટ્રિક ટનથી વધુ કાટમાળ પર પ્રક્રિયા કરવામાં આવી છે. જોકે ગેરકાયદે ડમ્પિંગને રોકવા માટે પાલિકાના પ્રયાસ નિષ્ફળ જઈ રહ્યા છે, કારણ કે નાગરિકો સહિત બિલ્ડરો નીચા બજાર દરને કારણે ગેરકાયદે ડમ્પિંગ કરવાનું પસંદ કરે છે. જે પાલિકાના કાટમાળની પ્રક્રિયા કરવાની ફી કરતા સસ્તું પડે છે.ક્ધસ્ટ્રકશન અને ડિમોલિશન વૅસ્ટ અને વાયુ પ્રદૂષણને લઈને એક પત્રકાર પરિષદમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ) કિરણ દિઘાવકરે જણાવ્યું હતું કે ૨૦૧૬થી બાંધકામના કાટમાળને એક અલગ પ્રકારનો કચરો ગણવામાં આવી રહ્યો છે.

Also read:પ્રદૂષણ મુદ્દે હવે થાણેમાં પાલિકા આક્રમકઃ 39 બિલ્ડરોને કારણદર્શક નોટિસ ફટકારી

પાલિકાએ પોતાના બે ડેબ્રિઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપ્યા છે, જેની સંયુક્ત ક્ષમતા ૧,૨૦૦ મેટ્રિક ટન પ્રતિ દિવસની છે. ભવિષ્યમાં તેનું વિસ્તરણ કરીને તેને ૧,૪૦૦થી ૧,૫૦૦ મેટ્રિક ટન સુધી પહોંચાડવામાં આવવાનું છે. જોકે શહેરમાં દરરોજ લગભગ ૭,૦૦૦થી ૮,૦૦૦ મેટ્રિક ટન કાટમાળ નીકળે છે, તેને કારણે ટ્રીટમેન્ટ પ્લાન્ટ પહોંચી શકતા નથી.વધુમાં કિરણ દિઘાવકરે જણાવ્યું હતું કે પાલિકા કાટમાળના નિકાલ માટે ૪૦૦થી ૫૦૦ રૂપિયાનો ચાર્જ લગાવે છે અને તેની સામે કૉન્ટ્રેક્ટરને પ્રતિ મેટ્રિક ટન ૧,૪૦૦ રૂપિયા ચૂકવવામાં આવી રહ્યા છે. તેની સામે ગેરકાયદે રીતે કાટમાળના ડમ્પિંગ કરનારા પ્રતિ મેટ્રિક ટન માત્ર ૨૦૦ રૂપિયા વસૂલ કરતા હોય છે અને તેઓ મેનગ્રોન્ઝ વિસ્તારમાં આ કાટમાળનો નિકાલ કરીને તેને નુકસાન પહોંચાડતા હોય છે. તેથી પાલિકાએ હવે કાટમાળાના નિકાલનો ચાર્જ ઘટાડવાનો નિર્ણય લીધો છે. ટૂંક સમયમાં પાલિકા કમિશનરની મંજૂરી માટે પ્રસ્તાવ લાવવામાં આવવાનો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને