thiago messi scores 11 goals Credit : ProsoccerWire SNTV

માયામીઃ વર્લ્ડ ચૅમ્પિયન આર્જેન્ટિનાના સુપરસ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસી થોડા દિવસથી ન્યૂઝમાં નથી, પણ એવામાં તેનો 12 વર્ષીય પુત્ર આજે અચાનક જ ચર્ચામાં આવી ગયો. વાત એવી છે કે ટિઍગો મેસીએ ત્રણ દિવસ પહેલાં એક નાની ટૂર્નામેન્ટની એક જ મૅચમાં એક પછી એક 11 ગોલ કર્યા એવા અહેવાલે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા આજે સવારથી ગજવી નાખ્યું હતું. જોકે વાત કંઈક જુદી જ છે જેના પર આપણે વિગતે ચર્ચા કરીશું.

Also work : ચૅમ્પિયન્સ ટ્રોફી પહેલાં જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દુનિયાને બતાવી દેવા માગે છે કે…

https://twitter.com/kaufsports/status/1887871423026229706

રિપોર્ટમાં એવું પણ જણાવાયું હતું કે પિતાની જેમ ઇન્ટર માયામી વતી રમી રહેલા ટિઍગો મેસીએ આ ક્લબની અન્ડર-13 ટીમ વતી રમેલી મૅચમાં આ અસાધારણ સિદ્ધિ મેળવી હતી. કેટલાક ન્યૂઝ પ્લૅટફોર્મ પર તો ટિઍગો મેસીએ કઈ મિનિટમાં ગોલ કર્યો એની વિગત પણ આપી હતી. એમાં જણાવાયું હતું કે 10 નંબરની જર્સી પહેરીને રમતા ટિઍગોએ ઍટલાન્ટા યુનાઇટેડ સામેની આ મૅચમાં 12મી મિનિટમાં ગોલ કરવાનું શરૂ કર્યું હતું અને આખી મૅચમાં તેણે પ્રભુત્વ જમાવ્યું હતું. આ અહેવાલમાં જણાવાયું હતું કે ટિઍગોએ જે 11 ગોલ કર્યા એના ટાઇમિંગની વિગત આ મુજબ છેઃ 12મી, 27મી, 30મી, 35મી, 44મી, 51મી, 57મી, 67મી, 76મી, 87મી અને 89મી મિનિટ.

બાપથી બેટા સવાયા’ એવી કહેવતને ધ્યાનમાં રાખીને કેટલાક મીડિયામાં લિયોનેલ મેસીના નાનપણના પર્ફોર્મન્સ કરતાં તેના પુત્રના આ 11 ગોલવાળા દેખાવને ચડિયાતો ગણાવવામાં આવ્યો હતો. જોકે હવે હકીકત પરથી પડતો ખૂલી રહ્યો છે. માયામીના એક જાણીતા અખબાર માટે અહેવાલ બનાવનાર મિશેલ કૉફમૅન નામની પત્રકારે ટિઍગો મેસીના 11 ગોલવાળા અહેવાલને ખોટો ગણાવ્યો હતો.

આ રિપોર્ટનેફેક રિપોર્ટ’ તરીકે ઓળખાવીને મિશેલે સત્ય વાત જણાવતાં લખ્યું હતું કે `ઘણા લોકોએ સોશિયલ મીડિયામાં વાંચ્યું હશે કે લિયોનેલ મેસીના પુત્ર ટિઍગો મેસીએ ઇન્ટર માયામી ઍકેડેમી વતી એક જ મૅચમાં 11 ગોલ કર્યા. જોકે એમાં કંઈ જ તથ્ય નથી. વાત તદ્દન ખોટી છે. એવી કોઈ મૅચ જ નહોતી રમાઈ. કોઈક ફૅન વેબસાઇટે આ બધુ ઉપજાવી કાઢ્યું અને પછી એ વાઇરલ થઈ ગયું.’

Also work : બર્થ-ડે બૉય ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો હુંકાર…`ગ્રેટેસ્ટ ફૂટબૉલ ખેલાડી તો હું જ છું’

ઉલ્લેખનીય છે કે લિયોનેલ મેસીનો દીકરો ટિઍગો મેસી 2023માં ઇન્ટર માયામી ઍકેડેમી સાથે જોડાયો હતો. હા, એક વાત સાચી છે કે લેજન્ડરી પિતા લિયોનેલની જેમ ટિઍગો પણ આક્રમક મિડફીલ્ડર છે અને મેદાન પર કંઈકને કંઈક નવું કરી બતાવતો હોય છે. ટિઍગો તેના પિતાના પગલે ચાલી રહ્યો છે એ વાત સાચી છે. તે ઇન્ટર માયામી અન્ડર-13 ટીમમાં નિવૃત્ત ફૂટબોલર લુઇસ સુઆરેઝના પુત્ર બેન્જામિન સુઆરેઝ સાથે ઘણી મૅચો રમી ચૂક્યો છે. લિયોનેલ મેસી અને લુઇસ સુઆરેઝ પણ બહુ સારા મિત્રો અને સાથી ખેલાડીઓ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને