નવી દિલ્હીઃ નાણાપ્રધાન 8મું બજેટ રજૂ કરી રહ્યા છે ત્યારે આ વર્ષે ટોય ઈન્ડસ્ટ્રીઝ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. નાણાપ્રધાને કહ્યું કે ભારતને વૈશ્વિક સ્તરે રમકડાના પ્રોડક્શનનું હબ (toy hub)બનાવશે. તેમણે વધુમાં કહ્યું કે ભારતના રમકડાંના મેન્યુફેકચરીંગને ગ્લોબલ સેંટર બનાવવાની યોજના છે. આ માટેના પગલાં નેશનલ એક્શન પ્લાનના આધારે રજૂ કરવામાં આવશે. નવી યોજનાનો ઉદ્દેશ ભારતને વૈશ્વિક સ્તરે રમકડાનું પ્રોડક્શન હબ તરીકે સ્થાપિત કરવાનો છે, જેમાં મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે જે મેડ ઇન ઇન્ડિયાનો ભાગ છે.

Also read:બજેટ પહેલા સરકારે આપી રાહત, LPGના ભાવમાં થયો ઘટાડો

આ સાથે હાઈ ક્વોલિટી અને વૈશ્વિક સ્તરે મજબૂત એવા ગુણવત્તાવાળા રમકડાંનું પ્રોડક્શન કરવામાં આવે તેના પર ધ્યાન આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે બ્રિટિશ ટોય બ્રાન્ડ હેમલીઝ ખરીદી છે. ઉપરાંત રિલાયન્સ રોવાન નામની ટોય બ્રાન્ડની મારફતે રમકડાનો બિઝનેસ પણ કરી રહી છે. રિલાયન્સ રમકડાંની ડિઝાઈનથી લઈને તેના વેચાણ સુધીનું કામ કરવાની યોજના કરી રહ્યું છે. આ ઉપરાંત રમકડાંના બિઝનેસ સાથે જોડાયેલા પ્લેયર્સને પણ સરકારની યોજનાનો લાભ મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને