નવી દિલ્હીઃ બજેટ સત્ર ચાલી રહ્યું છે. આ દરમિયાન કુંભમેળામાં થયેલી નાસભાગ મામલે વિપક્ષ આક્રમક બન્યું છે અને સરકારને ઘેરી રહ્યું છે. આ દરમિયાન પીએમ મોદી 5 ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં મહાકુંભમાં ડૂબકી લગાવશે. સંગમ પર સ્નાન કર્યા બાદ ગંગા પૂજા કરીને દેશવાસીઓની કુશળતા માટે પ્રાર્થના કરશે. તેઓ અરૈલ ઘાટથી બોટ દ્વારા સંગમ પહોંચશે. એક કલાક સુધી પ્રયાગરાજમાં રહેશે અને આ દરમિયાન સ્નાન તથા ગંગા પૂજન કરશે અને પરત ફરશે.
Also work : ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે મહાકુંભની નાસભાગ મુદ્દે કહ્યું ‘ષડયંત્ર’ની શંકા
રાજ્યસભામાં બજેટ પર ચર્ચા દરમિયાન ખડગેએ કહ્યું કે, થોડા દિવસ પહેલા મહાકુંભમાં થયેલી નાસભાગ દરમિયાન હજારો લોકો માર્યા ગયા હતા. હું તેમને શ્રદ્ધાંજલિ આપું છું. એનડીએના સાંસદોએ તેમના ભાષણનો વિરોધ કર્યો હતો. રાજ્યસભાના ચેરમેન જગદીપ ઘનખડે પણ ખડગેને નિવેદન પરત લેવા કહ્યું હતું. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, હું કોઈના પર આરોપો નથી લગાવી રહ્યો પરંતુ, મારું અનુમાન છે કે જે પ્રકારની મહાકુંભની તસવીરો સામે આવી છે તેને જોઈને લાગે છે કે હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જો મારુ નિવેદન ખોટું હોય તો સરકાર આંકડા જારીને કરીને મને ખોટો સાબિત કરે, હું માફી માંગવા તૈયાર છું. સરકારે કેટલા લોકો માર્યા ગયા છે અને કેટલા ગુમ થયા છે તે મામલે આંકડા રજૂ કરવા જોઈએ.
બીજી તરફ સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને દાવો કર્યો હતો કે, દુર્ઘટના બાદ શ્રદ્ધાળુઓના મૃતદેહોને નદીમાં ફેકી દેવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, મહાકુંભમાં નાસભાગ બાદ નદીમાં મૃતદેહો ફેંકવામાં આવતા પાણી પ્રદૂષિત થયું છે. આ સમયે સૌથી પ્રદૂષિત પાણી મહાકુંભમાં જ છે અને ભાજપના સભ્યો જળશક્તિ પર ભાષણો આપી રહ્યાં છે.
Also work : મમતા કુલકર્ણી અને બાગેશ્વર બાબા વચ્ચે વિવાદ વધવાની શકયતા, અભિનેત્રીએ બાબાને રોકડું પરખાવ્યું
જાણો મામલો
29 જાન્યુઆરીએ મૌની અમાસ પર શાહી સ્નાન દરમિયાન નાસભાગ મચી હતી. સરકાર દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ 30 લોકોના મોત થયા હતા. ખડગેએ કહ્યું, ‘હું મહાકુંભમાં માર્યા ગયેલા હજારો લોકોને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. જો કે, આ શબ્દોનો શાસક પક્ષના સભ્યોએ વિરોધ કર્યો હતો.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને