નવી દિલ્હી: થોડા સમય પહેલા અભિનેતા અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનની પુત્રી આરાધ્યા બચ્ચનના સ્વાસ્થ્ય વિશેની ખોટી અને ભ્રામક માહિતી અમુક વેબસાઈટ પર વહેતી મુકવામાં આવી હતી.
આ મામલામાં દિલ્હી હાઈ કોર્ટે સર્ચ એન્જિન ગૂગલ, એન્ટરટેઈનમેન્ટ સોશિયલ મીડિયા એકાઉન્ટ બોલિવૂડ ટાઈમ્સ અને અન્ય વેબસાઈટને આરાધ્યા સાથે સંબંધિત આ પ્રકારની સામગ્રીને દૂર કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ હજુ પણ તે ખોટી માહિતી કેટલીક વેબસાઇટ્સ પર ઉપલબ્ધ છે. ત્યાર બાદ આરાધ્યાએ દિલ્હી હાઈ કોર્ટમાં નવી અરજી દાખલ કરી છે.
આ પણ વાંચો: Abhishek Bachchanએ દીકરી આરાધ્યા બચ્ચનના ખભે નાખી મોટી જવાબદારી, નિભાવી શકશે કે પછી…
આ પિટિશનમાં આરાધ્યાએ વેબસાઈટને અપીલ કરી છે કે તે તેના સ્વાસ્થ્ય વિશેની ખોટી અને ભ્રામક માહિતી દૂર કરે. અભિનેતા અમિતાભ બચ્ચનની પૌત્રી આરાધ્યાની અરજી પર સુનાવણી દરમિયાન હાઇ કોર્ટે આજે ગૂગલને નોટિસ પાઠવી છે. નકલી વીડિયો દૂર કરવા સૂચના આપવામાં આવી હતી
૨૦ એપ્રિલ, ૨૦૨૩ના રોજ, હાઇ કોર્ટે યુટ્યુબને આરાધ્યા બચ્ચનના સ્વાસ્થ્ય સાથે સંબંધિત નકલી વિડિઓઝને તાત્કાલિક દૂર કરવાનો નિર્દેશ આપ્યો હતો. આરાધ્યા બચ્ચને અરજીમાં કહ્યું હતું કે યુટ્યુબ વીડિયોમાં તેને ગંભીર રીતે બીમાર બતાવવામાં આવી છે.
આરાધ્યા બચ્ચને તેની અગાઉની અરજીમાં કહ્યું હતું કે કેટલાક વીડિયોમાં એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે તેનું મૃત્યુ થઈ ગયું છે. કોર્ટે કહ્યું હતું કે દરેક વ્યક્તિ, પછી તે સેલિબ્રિટી હોય કે સામાન્ય માણસ, તેને તેની ગરિમાનો અધિકાર છે, ખાસ કરીને જ્યારે તે તેના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની વાત હોય. આ મામલે આગામી સુનાવણી ૧૭ માર્ચે થશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને