મોબાઈલ ફોન એ આજકાલ લોકો માટે જરૂરિયાત કરતાં પણ વ્યસન વધારે બની ગયું છે. લોકો કલાકોના કલાકો મોબાઈલ ફોન પર જ પસાર કરી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયા પર અચાનક જ ફોન ફ્રી ફેબ્રુઆરી (Phone Free February) ટ્રેન્ડ કરી રહ્યું છે. હવે તમને પણ થયું ને કે આખરે આ ફોન ફ્રી ફેબ્રુઆરી છે શું? તો તમારી જાણ માટે કે ફોન ફ્રી ફેબ્રુઆરી એ એક ચેલેન્જ છે અને ગયા વર્ષે પણ આવી ચેલેન્જ ટ્રેન્ડ કરી રહી હતી, પરંતુ એ સમયે એને એટલી લોકપ્રિયતા નહોતી મળી જેટલી અત્યારે મળી છે.
Also work : અંતરિક્ષમાં ફસાયેલા Sunita Williams ભૂલી ગયા છે આ જરૂરી કામ, ખુદ કહી આ વાત…
વાત કરીએ ફોન ફ્રી ફેબ્રુઆરીની તો આ એક વૈશ્વિક સ્તરે હાથ ધરવામાં આવેલી ઝૂંબેશ છે. આ ઝુંબેશમાં હેલ્ધી લાઈફસ્ટાઈલને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. નામ પ્રમાણે જ જે વ્યક્તિ એક આખો મહિનો મોબાઈલ ફોન અને તેના ઉપયોગ કરવાનું ટાળવું પડશે. આ સિવાય જો મોબાઈલનો ઉપયોગ કરવો જ પડે એમ હોય તો પણ તે માત્ર ઓફિસ પૂરતું જ, પરંતુ સોશિયલ મીડિયાથી સદંતર દૂરી રાખવાની હોય છે.
થોડાક સમય પહેલાં જ હાથ ધરવામાં આવેલા એક સર્વેમાં જાણવા મળ્યું કે એક વ્યક્તિ 24 કલાકમાં 221 વખત મોબાઈલ ફોન જુએ છે. કામ હોય કે ના હોય આપણને ફોન ચેક કરવાની ટેવ પડી ગઈ છે. ફોનથી દૂર રહેવા માટે જ આ કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યું છે. જે લોકો સતત મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે અને એમાં જ ખોવાયેલા રહે છે એવા લોકો માટે આ ચેલેન્જ ખરા અર્થમાં એક ચેલેન્જ સમાન છે. રસ્તામાં ચાલતી વખતે, ભોજન કરતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરનારાઓ આ ચેલેન્જ એક્સેપ્ટ કરીને તેમની આ લતથી છુટકારો મેળવી શકે છે.
Also work : Anant Ambaniએ પહેરી મોંઘી લક્ઝુરિયસ એન્ડ બ્યુટીફૂલ વોચ, કિંમત સાંભળીને ઉડી જશે હોંશ…
વાત કરીએ કઈ રીતે એ કેમ્પેઈનમાં જોડાઈ શકાય એની તો આ માટે ફોન ફ્રી ફેબ્રુઆરીની વેબસાઈટ પર જઈને એક ફોર્મ ભરવું પડશે. આ ફોર્મ આ ચેલેન્જમાં કેટલાક લોકો ભાગ લઈ રહ્યા છે એ માટે જ છે. જો તમારી ઈચ્છા ફોર્મ ભર્યા વિના આ ચેલેન્જ એક્સેપ્ટ કરવાની હોય તો તમે એ પણ કરી કરી શકો છો. તમે તમારી સાથે સાથે જ તમારી આસપાસના મિત્રો અને પરિવારના સભ્યોને પણ આ માટે પ્રોત્સાહન આપી શકો છે. તો રાહ કોની જુઓ છો, જોડાવ છો ને આ ફોન ફ્રી ફેબ્રુઆરી ચેલેન્જમાં?
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને