"Aftermath of devastating occurrence  successful  Mumbai slum, demolition  and debris"

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચેમ્બુર (પૂર્વ)ની સિદ્ધાર્થ કોલોનીમાં રહેતો ગુપ્તા પરિવાર કરિયાણાની દુકાન ચલાવતો હતો અને કરિયાણાની દુકાનમાં રહેલા કેરોસીનને કારણે કે પછી તેમાં રહેલા પામ ઓઈલના સ્ટોકને કારણે આગે વિકરાળ રૂપ લીધું હોવાનું માનવામાં આવે છે.


| Also Read: મુંબઈમાં અચાનક મેઘરાજાની પધરામણી, ખેલૈયાઓનો મૂડ બગાડ્યો


ગુપ્તા પરિવારના ઘરની નજીક રહેતા એક રહેવાસીએ જણાવ્યું હતું કે છેદીલાલના પરિવારના સભ્યોની સંખ્યા વધવાની સાથે જે તેઓએ ઉપર માળો બાંધી ત્યાં શિફ્ટ થયા હતા. તેમની કરિયાણાની દુકાન હતી. તેમના દીકરાઓએ બહાર કામ કરવાનું ચાલુ કર્યું એ સાથે જ તેમની કરિયાણાની દુકાનનું કામકાજ ઓછું થઈ ગયું હતુંં. અહીં મોટાભાગે કેરોસીનનું જ વેચાણ થતું હતું, જે સ્થાનિક લોકો ખરીદતા હતા.

સ્થાનિક રહેવાસીઓએ અંદર ફસાઈ ગયેલા પરિવારના સભ્યોની દર્દનાક ચીસોને યાદ કરીને કંપી ગયા હતા. આગમાં ફસાયેલા સભ્યો બચાવવા માટે બૂમો પાડી રહ્યા હતા પરંતુ આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે કોઈ અંદર જઈને તેમને બચાવી શક્યા નહોતા. આજુબાજુના લોકોએ ઘરની બહાર રહેલા પાણીના ડ્રમમાંથી પાણી નાખીને આગ બુઝાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. પરંતુ આગ એટલી વિકરાળ હતી તે બુઝાવી શકાઈ નહોતી. અમુક યુવકો બારીને કાપવામાં સફળ રહ્યા હતા પરંતુ તેઓ અંદર પહોંચે ત્યાં સુધી ગુપ્તા પરિવારના સભ્યો તેમના શ્ર્વાસમાં ધુમાડો જવાને કારણે જમીન પર ફસડાઈ પડ્યા હતા.


| Also Read: ભાયખલામાં અજિત પવારના પક્ષના નેતાની હત્યા: ત્રણ આરોપી પકડાયા


એસઆરએ યોજના હેઠળ બિલ્િંડગ બનવાની હતી
સુધરાઈના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી (એસઆરએ) ચેમ્બુરના પ્લોટ પર સિદ્ધાર્થ કોલોની વિકાસ સેવા સંઘ હાઉસિંગ ફેડરેશન એસઆરએ કૉ.હાઉસિંગ સોસાયટીને એસઆરએ હેઠળ ઝૂંપડપટ્ટીના પુનર્વસન માટે મંજૂરી આપી હતી. પરંતુ સ્થાનિક વિસ્તારમાં એક ગ્રૂપ દ્વારા બિલ્ડર સામે વિરોધ કરવામાં આવી રહ્યો હતો અને પૂરું પ્રકરણ કોર્ટમાં ગયું હતું. જે મકાનમાં આગ લાગી હતી તે એસઆરએ યોજના હેઠળ પાત્ર હતું.