ગાંધીનગર: ગુજરાત સરકારે સરકારી કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓએ સમયસર હાજરી માટે ‘Digital Attendance System’નો અમલ કર્યો છે. હાલ આ નિર્ણયનો સરકાર દ્વારા અમુક નિશ્ચિત કચેરીઓમાં જ અમલ કરવામાં આવ્યો છે. જો કે સરકારની આ નવી સીસ્ટમને લઈને સરકારી અધિકારીઓમાં વિરોધનો સૂર રેલાયો છે.
Also work : બજેટમાંથી ગુજરાત માટે શું જાહેરાતો કરવામાં આવી?
ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમનો નિર્ણય એકતરફી
ગાંધીનગર સચિવાલય અને અન્ય સરકારી કચેરીઓમાં બાયોમેટ્રિક હાજરી સિસ્ટમનો અમલ શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ કર્મચારીઓએ આ નવી વ્યવસ્થાનો વિરોધ કરીને પરંપરાગત મસ્ટર પદ્ધતિથી જ હાજરી નોંધાવી હતી.સામાન્ય વહીવટ વિભાગે 27 જાન્યુઆરી, 2025ના રોજ જાહેર કરેલા પરિપત્ર મુજબ, સચિવાલય સંકુલના તમામ વિભાગો, કર્મયોગી ભવન, ઉદ્યોગ ભવન અને કલેક્ટર-ડીડીઓ કચેરીમાં ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે, આ નિર્ણય એકતરફી રીતે લેવામાં આવ્યો હોવાનું કર્મચારી મંડળોનું માનવું છે.
કર્મચારીઓની ગોપનીયતા માટે જોખમરૂપ
ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના સભ્યોએ જણાવ્યું હતું કે, નવી સિસ્ટમમાં અંગત મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડે છે, જે કર્મચારીઓની ગોપનીયતા માટે જોખમરૂપ છે. આધાર લિંકિંગ અને લોકેશન એક્સેસ જેવી માંગણીઓ કર્મચારીઓની પ્રાઈવસીને અસર કરે છે. કર્મચારી મંડળોએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પણ આ મુદ્દે રજૂઆત કરી હતી.
Also work : ગુજરાતના ખેડૂતો, દરિયાકાંઠાને લાભ; કેન્દ્રીય બજેટ પર ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યો આભાર
એકતરફી નિર્ણયોથી ઉત્સાહ ઘટે
કર્મચારીઓએ વધુમાં જણાવ્યું હતું કે, તેઓ સમય બાદ પણ મોડે સુધી રોકાઈને રાજ્યના વિકાસમાં યોગદાન આપે છે, પરંતુ આવા એકતરફી નિર્ણયોથી તેમનો ઉત્સાહ ઘટે છે. મહામંડળે જણાવ્યું હતું કે, જુદા જુદા કર્મચારી મંડળો સાથે પરામર્શ કરીને આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને