‘…સબ નકલી હૈ’ શુભમન ગિલે સિરાજ વિષે આ શું કહી દીધું! સ્ટમ્પ માઈક વાત કેપ્ચર થઇ ગઈ

2 hours ago 2
Shubman Gills commet astir  mohmmed sirajs video captured successful  Stump Mic

ચેન્નઈ: ઘરઆંગણે બાંગ્લાદેશ સામેની બે ટેસ્ટ મેચની સિરીઝની શરૂઆત ભારતે શાનદાર જીત (IND vs BAN Test series) સાથે કરી, ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ભારતે 280 રનથી જીત મેળવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન પર પકડ મજબુત છે. રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા જીતના હીરો રહ્યા હતાં. આ ઉપરાંત નંબર 3 પર બેટિંગ કરતા શુભમન ગિલ સ્ટાર પર્ફોર્મર રહ્યો હતો.

બીજી ઇનિંગમાં શુભમન ગિલે શાનદાર સદી ફટકારી હતી. શુભમન ગિલે રિષભ પંત સાથે ચોથી વિકેટ માટે 167 રનની પાર્ટનરશીપ કરી હતી. તે ગિલની કારકિર્દીની પાંચમી અને 2024ના વર્ષમાં ત્રીજી સદી હતી.

બેટિંગ માટે ગિલની પ્રસંશા થઇ રહી છે, ત્યારે સોશિયલ મીડિયા પર ગિલ વધુ એક બાબતે ચર્ચામાં છે. મેચના ચોથા દિવસે ભારતની ફિલ્ડીંગ દરમિયાનની એક વિડીયો કલીપ ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે. સ્ટમ્પ માઇકમાં કેપ્ચર થયેલા સંવાદમાં ગિલ મોહમ્મદ સિરાજની માજક કરી રહ્યો છે. ગિલ શોર્ટ લેગ પર ફિલ્ડિંગ માટે તૈયાર થઈ રહ્યો હતો ત્યારે તેણે કહ્યું કે: “‘મોહમ્મદ સિરાજ ઑફિશિયલ’ ઑફિશિયલ આઈડી હૈ, બાકી સબ ફેક હૈ.”

થોડા વર્ષો પહેલા સિરાજ દ્વારા તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર પોસ્ટ શેર કરવવામાં આવી હતી. સિરાજે એક વિડીયો શેર કરી ફોલોઅર્સને ચેતવ્યા હતાં કે તેના નામનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પર ઘણા બનાવટી એકાઉન્ટ્સની બન્યા છે.

સિરાજની આ પોસ્ટના સંદર્ભમાં શુભમન ગિલે હલાવી મજાક કરી હતી.

Also Read –

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article