![Image representing GBS microorganism illness outbreak successful Jang](https://bombaysamachar.com/wp-content/uploads/2025/02/gbs-virus-disease-outbreak-in-jang.webp)
ભુજઃ પુણે અને મુંબઈમાં જનતા અને આરોગ્ય તંત્રમને ચિંતામાં મૂકનારો જીબીએસ વાયરસનો પહેલો કેસ ગુજરાતમાં નોંધાયો છે. ગુજરાતના કચ્છ જિલ્લાના ભચાઉમાં વાયરસનો એક દરદી હોવાનું જાણવા મળ્યું છે. અહીંના ભચાઉના જંગી ગામમાં ૬૫ વર્ષના વૃદ્ધ ‘જીબીએસ વાયરસથી સંક્રમિત હોવાનું ધ્યાનમાં આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.
ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં દેખા દેનારા વાયરસ Gillian barre syndrome (GBS)નો કેસ ભચાઉ તાલુકાના જંગી ગામે જોવા મળતા કચ્છનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે.
આ અંગે જાણવા મળેલી વિગતો મુજબ, જંગી ગામે રહેતા ૬૫ વર્ષના વૃદ્ધને થોડા સમય અગાઉ તાવ આવ્યો હતો. તાવ સાથે શરીરમાં અસહ્ય દુખાવો ઉપડતાં તેમને રાજકોટની એક જાણીતી ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. હવે આ વડીલના તબીબી પરીક્ષણમાં તેઓ જીબીએસ વાયરસથી સંક્રમિત થયા હોવાનું બહાર આવ્યું છે. જોકે તેમને સારવાર બાદ તબિયતમાં સુધારો થતાં રજા આપી દેવામા આવી હોવાનનું જાણવા મળ્યું છે.
દરમ્યાન, આ વાયરસ જૂનો છે. તે કોઈ નવી બીમારી નથી. આ વાયરસની બીમારી નાના-મોટા સૌને લાગુ પડી શકે છે પણ વાયરસ લાખો દર્દીઓમાંથી કોઈ એકમાં જોવા મળે છે તેમ ભચાઉ તાલુકાના હેલ્થ ઓફિસર ડો.નારાયણસિંઘે જણાવ્યું હતું.
જોકે મહારાષ્ટ્રના પુણેમાં આ વાયરસના 170 કરતા વધારે કેસ નોંધાયા છે, અને છ જણનો જીવ ગયો હોવાના અહેવાલો છે. અશુદ્ધ પાણીને લીધે રોગ પ્રરસતો હોવાનું પણ કહેવામાં આવે છે, ત્યારે લોકોએ કાળજી રાખવી તેમ તબીબો સલાહ આપે છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને