Engineer's jaw severed by kite drawstring  successful  Andheri

મુંબઇઃ ઉતરાયણના તહેવારમાં ચગાવાતી પતંગોના નાયલોનના અને કાચ પાયેલા માંજા ઘણા ખતરનાક હોય છે. આ માંજાથી બાઇકસવારનું ગળું ચીરાવાનો પણ ભય રહે છે. હાલમાં અંધેરી બ્રિજ ખાતે આવો જ એક બનાવ બન્યો હતો, જેમાં એક જાણીતી કંપનીમાં કામ કરતા એન્જિનિયરનું જડબુ અને જીભ પતંગના માંજાને કારણે ચિરાઇ ગઇ હતી.

એન્જિનિયરની ઓળખ દીપક મ્હાલસ (54) તરીકે થઇ છે. તેની જીભ અને જડબું નાયલોનના માંજાને કારણે ચિરાઇ ગયું હતું. આ મામલે જોકે, હજી સુધી કોઇ ફરિયાદ દાખલ થઇ નથી, પરંતુ આવા નાયલોનના માંજા વેચતા લોકો સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.

આ પણ વાંચો…ધરતીપુત્ર નંદિની ફેમ કલાકાર Aman Jaiswal નું અકસ્માતમાં નિધન…

દીપક 14 જાન્યુઆરીના રોજ અંધેરી ફ્લાયઓવર પરથી તેના ઘરે પરત ફરી રહ્યો હતો, તે સમયે ફ્લાયઓવર પર ઉડતા માંજાને કારણે તે ઘાયલ થયો હતો. તેમણે બાઇક રોકી હતી અને તપાસ કરતા તે નાયલોનનો માંજો હોવાનું જણાયું હતું. દીપક જણાવે છે કે નાયલોન માંજા વાપરવા પર પ્રતિબંધ હોવા છતાં તેને વાપરતા લોકો સામે પોલીસે કાર્યવાહી કરવી જોઇએ, કારણ કે આવા માંજાઓથી રસ્તે જતા બાઇકસવારો અને અન્ય લોકોના જીવન જોખમમાં મૂકાય છે.દીપકે જણાવ્યું હતું કે તેમનું આખુ જડબુ અને જીભ ચિરાઇ ગઇ હતી અને તેમણે ઓપરેશન કરાવવું પડ્યું. હજી પણ તેમણે પ્લાસ્ટિક સર્જરી કરાવવી પડશે. દીપકે જણાવ્યું કે ઘટનાના દિવસે તેઓ કંઇ બોલવા કે ખાવા માટે અસમર્થ હતા. તેઓ ઘણી પીડામાં હતા.
ઉતરાયણ દરમિયાન પતંગ કપાઇને માંજા સાથે ક્યાંય પણ જઇને પડે છે. ક્યારેક કોઇ બિલ્ડિંગના ધાબે, રસ્તા પર, ઝાડ પર કે રસ્તા પરના થાંભલાઓ પર કપાયેલી પતંગો અટવાતી હોય છે. આવી જ એક કપાયેલી પતંગ અંધેરી બ્રિજના થાંભલા પર અટવાઇ હતી અને તેનો માંજો હવામાં ઉડતો હતો. આ ઉડતા માંજાને કારણે બ્રિજ પરથી આવતા જતા બાઇકસવારોને ઇજા થઇ છે, એવી માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે માંજા વેચનારાઓ સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. જોકે, પતંગ ચગાવનારાઓ સામે કોઇ ફરિયાદ કે એફઆઇઆર દાખલ નથી થઇ. અંધેરી બ્રિજ પરના દીપક મ્હાલસના કેસમાં તેમને હજી સુધી કોઇ ફરિયાદ મળી નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને