!["Sonu Sood extracurricular Ludhiana tribunal with ineligible documents, apprehension warrant news"](https://bombaysamachar.com/wp-content/uploads/2025/02/sonu-sood-ludhiana-court-arrest-warrant.webp)
લુધિયાણા: બોલિવૂડ અને દક્ષિણ ભારતની ફિલ્મોના જાણીતા અભિનેતા સોનુ સૂદની ધરકડ થઇ શકે છે. પંજાબના લુધિયાણાની એક કોર્ટે સોનુ સૂદ વિરુદ્ધ કથિત છેતરપિંડીના કેસમાં અરેસ્ટ વોરંટ જાહેર (Arrest warrant against Sonu Sood) કર્યું છે. આ વોરંટ લુધિયાણાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ રમણપ્રીત કૌરે જાહેર કર્યું છે.
લુધિયાણાના રાજેશ ખન્ના નામના વકીલે ₹10 લાખની છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે મુખ્ય આરોપી મોહિત શુક્લાએ તેમને નકલી રિજિકા કોઈનમાં રોકાણ કરવા માટે લાલચ આપી હતી. કોર્ટે સોનુ સૂદને કેસમાં જુબાની આપવા માટે સમન્સ પાઠવ્યું હતું, પરંતુ તે હાજર થયો ન હતો. જેના કારણે લુધિયાણાના જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ રમણપ્રીત કૌર દ્વારા વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. લુધિયાણા કોર્ટે આદેશમાં, મુંબઈના અંધેરી પશ્ચિમના ઓશિવારા પોલીસ સ્ટેશનના અધિકારીને સોનુ સૂદની ધરપકડ કરવાનો નિર્દેશ આપ્યો છે.
Also read: રામ ચરણની ગેમ ઓવર અને સોનુ સૂદની ફતેહના પણ હાલ બેહાલ કર્યા પુષ્પા-2એ
વોરંટમાં જણાવવામાં આવ્યું કે તમને આ વોરંટ 10-02-2025 ના રોજ અથવા તે પહેલાં પરત કરવાનો નિર્દેશ આપવામાં આવે છે. કેસની આગામી સુનાવણી 10 ફેબ્રુઆરીના રોજ નક્કી કરવામાં આવી છે. સોમવારે સોનુ સૂદ આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુને મળ્યો હતો અને રાજ્યમાં હેલ્થ કેર સર્વિસને મજબૂત બનાવવા માટે તેણે ચાર એમ્બ્યુલન્સનું દાન કર્યું હતું.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને