Know Congress's 6-day plan, who volition  travel  for campaigning?

બનાસકાંઠાઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની (gujarat section assemblage election) ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે ત્યારે ફરી એક વખત કૉંગ્રેસમાં (congress) કકળાટ શરૂ થયો છે. હિંમતનગરમાં કૉંગ્રેસના જિલ્લા કાર્યાલય પર કોંગ્રેસના બે જૂથના લોકો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. પ્રજાસત્તાક પર્વની કોંગ્રેસ કાર્યાલય પર ઉજવણી દરમિયાન મારામારીની ઘટના બની હતી. કૉંગ્રેસમાં વકરેલો આંતરિક જૂથવાદ મારામારી પર આવ્યો હતો. ભરચક બજાર વિસ્તારમાં કૉંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી થતા અફરાતફરી મચી જવા પામી હતી. આસપાસના લોકોએ પોલીસને જાણ કરતા, હિંમતનગર ખાતે કૉંગ્રેસના જિલ્લા કાર્યાલયમાં પોલીસનો મોટો કાફલો દોડી આવ્યો હતો. પૂર્વ અને વર્તમાન પ્રમુખને લઈને જૂથવાદ સર્જાયો હોવાના મુદ્દે મારામારી થઈ હોવાનું ચર્ચા શરૂ થઈ હતી.

આ પણ વાંચો : તુષાર શુક્લ, પંકજ ઉધાસ, કુમુદિની લાખિયા સહિત 9 ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર

ગુજરાતમાં 66 પૈકી 42 પાલિકામાં ભાજપનું શાસન

ગુજરાતમાં 66 પૈકી 42 પાલિકામાં ભાજપનું શાસન છે. વિધાનસભામાં બહુમત હાંસલ કર્યા બાદ પાલિકા-પંચાયતમાં પણ દબદબો કાયમ રાખવા ભાજપે ઉમેદવારોની પસંદગી કરવા નિરીક્ષકોને જવાબદારી સોંપી છે. તેઓ દાવેદારોના નામની પેનલ તૈયાર કરીને મોવડી મંડળને મોકલી આપશે. જે બાદ મંજૂરીની મહોર મારવામાં આવશે.

ગુજરાતમાં 66 નગરપાલિકાની ચૂંટણી યોજાશે. આ માટે 16 ફેબ્રુઆરીએ મતદાન થશે, જ્યારે 18 ફેબ્રુઆરીના રોજ પરિણામ જાહેર થશે. 66 નગરપાલિકાની 2178 બેઠક પર યોજાનારી ચૂંટણી માટે 27 જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે. તેમજ ઉમેદવારો 1 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે.

આ પણ વાંચો : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ અપનાવશે આ પદ્ધતિ, આગામી સપ્તાહે ઉમેદવારોના નામ થશે જાહેર

ભાજપ નવા ચહેરોઓને આપશે વધુ તક

ભાજપ દ્વારા અસંતોષના ડરથી પાલિકા-પંચાયતની ચૂંટણીમાં નો રિપીટ થીયરી લાગુ કરવા મન બનાવી લેવામાં આવ્યું છે. તેમજ 60 વર્ષથી વધુની વયના અને બે ટર્મથી ચૂંટાતા સભ્યોને પણ ટિકિટ નહીં આપવામાં આવે. ભાજપ આ વખતે નવા ચહેરાઓનો વધુ પ્રાધાન્ય આપશે તેવું જાણવા મળ્યું છે. સૂત્રોના કહેવા મુજબ, 29-30 જાન્યુઆરીએ ગાંધીનગર ખાતે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. જેમાં ઉમેદવારોના નામ પર મહોર મારવામાં આવશે. 1 ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે તેથી 31 જાન્યુઆરીએ ભાજપ ઉમેદવારોના નામ જાહેર કરશે તેવી શક્યતા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને