BJP and Congress leaders astatine  a section  predetermination  run  rally successful  Gujarat

અમદાવાદઃ ગુજરાતમાં 16 ફેબ્રુઆરીએ પાલિકા-પંચાયતની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. તમામ પાલિકાઓમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ પક્ષોએ ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે. આ દરમિયાન ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. બંને પક્ષોના સ્ટાર પ્રચારકો મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા-જીલ્લા પંચાયતની ચૂંટણીમાં સભાઓ ગજવશે.

ભાજપે જાહેર કરીસ્ટાર પ્રચારકોની યાદી
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી હતી. ભાજપના સ્ટાર પ્રચારકોમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટિલ, નીતિન પટેલ, મનસુખ માંડવિયા, પરશોત્તમ રૂપાલા, રત્નાકરજી, ગોરધન ઝડફિયા, રજની પટેલ, વિનોદ ચાવડા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, બ્રિજેશ મેરજા, શબ્દશરણ તડવી, બળવંતસિંહ રાજપુત, પ્રશાંત કોરાટ, ગૌતમ ગેડિયા, મયંક નાયક, દિપિકાબેન સરડવા, સીમાબેન મોહીલે, ઉદયભાઇ કાનગડ, લવિંગજી ઠાકોર સહિતના નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

Also read: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઃ ગુજરાત ભાજપમાં ઉકળતો ચરૂ

કોંગ્રેસે પણ સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા
ગુજરાત કોંગ્રેસે પણ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્ટાર પ્રચારકે પ્રચાર અભિયાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો હતો, કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી હતી. કોંગ્રેસના સ્ટાર પ્રચારકોમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિપક્ષના નેતા અમિત ચાવડા, જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ,શૈલેષ પરમાર, સુખરામ રાઠવા, પરેશ ધાનાણી, રામકિશન ઓઝા, ઉષા નાયડુ, સુહાસિની યાદવ, ભૂપેન્દ્ર મારવી, લાલજી દેસાઇ, અમીબેન યાજ્ઞિક, જિગ્નેશ મેવાણી, ઇન્દ્રવિજયસિંહ ગોહિલ,ગ્યાસુદીન શેખ, તુષાર ચૌધરી, પુંજાભાઇ વંશ સહિત કૂલ 20 જેટલા સ્ટાર પ્રચારકો કોંગ્રેસ માટે પ્રચાર કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને