![green oregon reddish which herb is bully for health](https://bombaysamachar.com/wp-content/uploads/2025/02/tomato.webp)
ટામેટા આપણા આહારનો એક મહત્વનો હિસ્સો છે. રોજ આપણે દાળ, શાક, સલાડ, સૂપ બનાવવામાં સ્વાદ વધારવા માટે ટામેટાનો ઉપયોગ કરીએ છીએ. ટામેટાના આછો ખાટો સ્વાદ અને તેનો રંગ લોકોને ઘણો પસંદ આવે છે.
ટામેટા કાચા અને પાકા એમ બંને રીતે ખાઇ શકાય છે. જ્યારે ટામેટા કાચા હોય છે ત્યારે લાઇટ ગ્રીન કલરના હોય છે અને જ્યારે ટામેટા પાકે છે ત્યારે તે લાલ ચટક રંગના બની જાય છે. આપણે કાચા અને પાકા એમ બંને ટામેટા ખાવામાં ઉપયોગમાં લઇએ છીએ, પણ શું તમે જાણો છો કે આમાંથી એક રંગના ટામેટા સ્વાસ્થ્ય માટે વધુ ગુણકારી છે.
આપણે લીલા ટામેટાની વાત કરીએ. આ લીલા ટામેટા સાધારણ મિઠાશ અને ખટાશ ધરાવે છે. તેથી જે લોકોને મીઠું આછું ખાવું છે તેમની માટે આ બેસ્ટ ઓપ્શન છે. લીલા ટામેટામાં ફાઇબર અને વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે, જે તમારી પાચન પ્રણાલી સુધારે છે. ઓછી કેલેરી અને હાઇ એન્ટિઑક્સિડન્ટ ગુણોથી ભરપૂર ટામેટા વજન કંટ્રોલ કરવા માટે ઉત્તમ છે.
હવે આપણે લાલ ટામેટાની વાત કરીએ. સામાન્ય રીતે લાલ ટામેટાનો ઉપયોગ વધુ પ્રમાણમાં થાય છે. લાલ ટામેટામાં લાઇકોપિનનું પ્રમાણ વધુ હોય છે, જે સ્કીનની ચમક વધારે છે. સ્વાસ્થ્યમાં સુધારો કરે છે. લાલ ટમેટા વધુ જ્યુસી અને મીઠા હોય છે. એમાં નેચરલ મિઠાશ હોય છે. લાલ ટામેટામાંથી વિટામીન એ, સી અને કે ભરપૂર માત્રામાં મળી આવે છે. બંને પ્રકારના ટામેટામાં મલ્ટિપણ ગુણો અને ન્યુટ્રિશન્સ છે, પણ બંનેમાંથી એક રંગના ટામેટા ખાવા માટે વધુ ગુણકારી છે.
હેલ્થ એક્સપર્ટ્સ જણાવે છે કે લાલ ટામેટાની જગ્યાએ લીલા ટામેટા ખાવામાં આવે તો સ્કીન લાંબા સમય સુધી હેલ્ધી રહે છે. ગ્રીન ટામેટામાં એન્ટિઑક્સિડન્ટ અને વિટામીન સી હોય છે જે બીમારીઓથી રક્ષણ આપે છે.
આ પણ વાંચો : APMC માર્કેટમાં ટામેટાના ભાવ આસમાને
ટામેટા વજન ઘટાડવા માટે પણ બેસ્ટ ગણાય છે. એનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે. ઉપરાંત તેમાં ફાઇબરનું પ્રમાણ પણ વધારે હોય છે. લીલા ટામેટાનું સેવન કરવાથી ડાયાબિટીસના દર્દીઓનું સુગર લેવલ કંટ્રોલ કરવામાં પણ મદદ રહે છે. લીલા ટામેટામાં વિટામીન એ ભરપૂર પ્રમાણમાં હોય છે , જે આઁખોની દ્દષ્ટિ માટે ઘણા જરૂરી છે. લીલા ટામેટામાં લાઇકોપિન ઓછું હોય છે, પણ આપણા હાર્ટ માટે એ વધુ સારા છે, તેથી તમે પણ જો લીલા ટામેટાની ચટણી બનાવીને ખાશો તો આપની હેલ્થ સુધરી જશે.
આમ તમે જોશો કે લાલ ટામેટા કરતા લીલા ટામેટાનું સેવન વધુ ફાયદાકારક છે, જે આપણી ઇમ્યુનિટી વધારે છે અને બીમારીઓથી પણ બચાવે છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને