congress leaders submitting ailment  to predetermination  committee  of india Congress wide caput Jairam Ramesh

નવી દિલ્હી: ગઈ કાલે હરિયાણા વિધાનસભા ચૂંટણી (Haryana assembly election)ના પરિણામો જાહેર થયા બાદ કોંગ્રેસ(Congress)ના કેમ્પમાં નિરાશા છવાઈ ગઈ છે. ભાજપે 90માંથી 48 બેઠકો જીતીને સતત ત્રીજી વખત બહુમતી મેળવી છે, કોંગ્રેસને ફરી હાર મળી છે. હવે કોંગ્રેસ પરિણામ બાબતે ચૂંટણી પંચ(ECI) સમક્ષ ફરિયાદ કરવાની યોજના બનાવી રહી છે. મળતી માહિતી મુજબ કોંગ્રેસના નેતાઓએ ચૂંટણી પંચને મળવા માટે સમય માંગ્યો છે.

| Also Read: ‘જે વિસ્તારે જીત આપી, ત્યાંથી જ CM’: Haryanaના દિગ્ગજ નેતાએ કર્યો દાવો

નોંધનીય છે કે હરિયાણામાં કોંગ્રેસની જીતની શકયતા વધુ જણાઈ રહી હતી, એક્ઝિટ પોલમાં પણ કોંગ્રેસ આગળ જણાઈ રહી હતી, પરંતુ ગઈ કાલે પરિણામો આવતા જ કોંગ્રસના નેતાઓ ચોંકી ગયા હતાં, શરૂઆતના વલણોમાં આગળ રહ્યા બાદ કોંગ્રેસ પાર્ટીને પછડાટ મળી હતી.

લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ હરિયાણાના પરિણામોને અણધાર્યા ગણાવ્યા છે. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું, ‘અમે હરિયાણાના અણધાર્યા પરિણામનું વિશ્લેષણ કરી રહ્યા છીએ. ઘણા વિધાનસભા મતવિસ્તારોમાંથી આવી રહેલી ફરિયાદો વિશે ચૂંટણી પંચને જાણ કરશે, તમામ હરિયાણા વાસીઓને સમર્થન માટે અને અમારા બબ્બર શેર કાર્યકરોનો તેમના અથાક કાર્ય માટે હૃદયપૂર્વક આભાર.’

રાહુલ ગાંધીની આ પોસ્ટ બાદ પાર્ટીના નેતાઓએ ચૂંટણી પંચ પાસે એપોઈન્ટમેન્ટ માંગી છે. પંચ દ્વારા મીટિંગનો સમય મળતાની સાથે જ પાર્ટીના નેતાઓ દ્વારા ફરિયાદ કરવામાં આવશે.

| Also Read:

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 90માંથી 48 બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસને 37 બેઠકો જ મળી હતી.