મુંબઈઃ બોલીવૂડ અભિનેતા સૈફ અલી ખાન (Saif Ali Khan) પર થયેલાં હુમલા બાબતે દરરોજ કોઈને કોઈ નવી વાતો સામે આવી રહી છે. હવે મુંબઈ પોલીસ દ્વારા કરવામાં આવેલા ખુલાસામાં જાણવા મળ્યું છે કે સૈફ પર હુમલો કરનાર આરોપી બાંગ્લાદેશમાં નેશનલ લેવલનો કુશ્તી પ્લેયર રહી ચૂક્યો છે, જેને કારણે સારી ફિઝિક્સ છતાં સૈફથી બચવામાં સફળ થયો હતો. આ સિવાય આરોપીએ તપાસમાં બીજા પણ અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપી મોહમ્મદ શરીફૂલ ઈસ્લામ શહેઝાદ મૂળ બાંગ્લાદેશનો છે અને હાલમાં પોલીસ આરોપીની તપાસ કરી રહી છે. આ તપાસમાં આરોપીએ અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આ બધા વચ્ચે એક રિપોર્ટ સામે આવી રહ્યો છે જેમાં શહેઝાદ બાંગ્લાદેશમાં નેશનલ લેવલનો કુશ્તી પ્લેયર રહી ચૂક્યો છે. જ્યારે પોલીસે તેની પૂછપરછ કરી તો તેણે પણ જણાવ્યું હતું કે તે ઓછા વેટમાં કુશ્તીનો નેશનલ લેવલનો ખિલાડી રહ્યો છે. આ જ કારણે કે બેસ્ટ ફિઝિકવાળા સૈફ અલી ખાનના હાથમાંથી છટકી જવામાં સફળ રહ્યો હતો.
શહેઝાદે મુંબઈ પોલીસને સૈફ અલી ખાનની ઈમારત જ ચોરી કરવા માટે કેમ પસંદ કરી એ વિશે પણ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેણે પોલીસને જણાવ્યું હતું કે તેને સૈફની બિલ્ડિંગ ખાસ ઊંચી નહીં લાગી અને તે ત્યાં જઈ આવ્યો હતો, એટલે તેને ખ્યાલ હતો કે કયા સમયે સિક્યોરિટી થોડી હળવી હોય છે.
આ પણ વાંચો : સૈફ અલી ખાનના હુમલા મામલે ચોંકાવનારા સમાચારઃ પોલીસે ખોટા માણસને આરોપી માની પકડી લીધો?
પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર શહેઝાદે જણાવ્યું હતું કે તે બાંગ્લાદેશમાં કુશ્તી પ્લેયર હતો અને ત્યાં તેની પાસ કંઈ કામ નહોતું એટલે તે મુંબઈ આવ્યો હતો. ત્યાંથી પાછા ફરવા માટે તેને 50,000 રૂપિયાની જરૂર હતી. એટલે તે ચોરી કરવા માટે સૈફ અલી ખાનની બિલ્ડિંગમાં પહોંચ્યો હતો.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને