અમદાવાદઃ અમદાવાદ(Ahmedabad)શહેરનું સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ સોના ઉપરાંત માદક પદાર્થોની તસ્કરી કરતા માફિયાઓનું પસંદગીનું સ્થળ મની ગયું છે. એરપોર્ટ સત્તાવાળાઓની સતર્કતાના કારણે અનેક વથત સોનાની તસ્કરી કરતા તત્વો અને ડ્રગ્સ માફિયાઓ ઝડપાઈ ચુક્યા છે.
આ દરમિયાન દુબઈથી આવેલા પેસેન્જર પાસેથી 53 લાખની કિંમતનું 660.960 ગ્રામનું સોનાનું 24 કેરેટનું બિસ્કિટ તેમજ બેંગકોકથી આવેલી એક મહિલા પાસેથી 2345 કિલોગ્રામ ગાંજો કસ્ટમ વિભાગે પકડી પાડી તેમની સામે કાનુની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો : Gujaratમાં ફિન્ટેક ઇન્સ્ટિટ્યૂટ અને ઇનોવેશન હબનો પ્રારંભ કરાયો, થશે આ ફાયદો
શરીરમાં સંતાડેલી 2 કેપ્સ્યુલ હોવાનું જાણવા મળ્યું
એર ઇન્ટેલિજન્સ યુનિટે સ્પાઈસ જેટની ફ્લાઈટમાં દુબઈથી આવેલા એક વ્યક્તિને શંકા જતાં અટકાવ્યો હતો.
તેની તપાસ કરતાં શરીરમાં સંતાડેલી 2 કેપ્સ્યુલ હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં સોના અને રસાયણનું મિશ્રણ કરાયું હતું.
થાઈલેન્ડના માર્કાવાળી ટ્રોલી બેગમાં ડ્રગ્સ સંતાડીને લાવી
જ્યારે અન્ય એક કેસમાં થાઈલેન્ડથી આવેલી મહિલા પેસેન્જર થાઈલેન્ડના માર્કાવાળી ટ્રોલી બેગમાં ડ્રગ્સ સંતાડીને લાવી હોવાની માહિતીના આધારે તેની પૂછપરછ તેમજ તેના સામાન્ય તપાસ કરતા ટ્રોલી બેગમાં કપડા અને ફૂડ પેકેટ્સની આડમાં સંતાડેલા મારિજુઆના ડ્રગ્સની ચાર બેગ જપ્ત કરાઈ હતી. મહિલા બેંગકોકથી થાઈ એરવેઝમાં અમદાવાદ આવી હતી. તે આ ડ્રગ્સ કોના માટે લાવી હતી તેની કસ્ટમ વિભાગે તપાસ શરૂ કરી છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને