સ્પોર્ટ્સ મેન – યશવંત ચાડ
મુબઈના વાનખેડે સ્ટેડિયમે અડદી સદી પૂરી કરી છે અને હજી દાયકાઓ સુધી સફળતા હાસલ કરે એવી શુભેચ્છા સાથે ભારતીય ક્રિકેટના રત્ન સમા આ સ્થળ વિશેની જૂની (કેટલીક જાણીતી અને ઘણી અજાણી) વાતોની ચર્ચા આ લેખમા આપણે કરીશુ.
1974-’75ની ક્રિકેટ સીઝનમા તૈયાર થયેલા વાનખેડે સ્ટેડિયમના મેદાન પર જાન્યુઆરી, 1975મા ભારત વિરુદ્ધ વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે સિરીઝની પાચમી અને છેલ્લી ટેસ્ટ મૅચ રમાઈ હતી. ભારતમા અત્યાર સુધી યોજાયેલી ટેસ્ટ મૅચોમા પ્રથમ વખત અને અતિમ વાર છ દિવસની (હા, વાચક મિત્રો છ દિવસની) એકમાત્ર ટેસ્ટ રમાઈ હતી. પાચ મૅચની શ્રેણીમા બન્ને ટીમ બે-બે ટેસ્ટ જીત્યા બાદ વાનખેડે સ્ટેડિયમના પ્રારભમા ક્રિકેટ રસિકોમા અનેરી ઇન્તેજારી વચ્ચે પ્રથમ વાર હોમ ગ્રાઉન્ડ' એટલે કે મુબઈ ક્રિકેટ ઍસોસિયેશન (એમસીએ)નીમાલિકી’ના વાનખેડે સ્ટેડિયમમા રમાઈ હતી અને એ પણ કેટકેટલીયે મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ (સ્ટેડિયમનુ બાધકામ નબળુ છે, સ્ટેડિયમ તૂટી-ભાગી પડશે જેથી કોઈ દુર્ઘટના થશે એવી અફવા વચ્ચે) ભારતીયો અને કૅરિબયનો વચ્ચે ટેસ્ટ સિરીઝની આખરી મૅચનો આરભ થયો અને…
સ્ટેડિયમનુ બાધકામ તો મજબૂત પુરવાર થયુ, પણ ક્રિકેટ અને કટોકટી જાણે એકબીજાની સાથી ન હોય એવો એક અકલ્પનીય બનાવ બન્યો. એની પહેલા વાનખેડેની કલ્પના કેવી રીતે ઉદ્ભવી એ જાણીએ.
એક સમય હતો જ્યારે ભારતીય ક્રિકેટ બોર્ડ સમક્ષ પ્રવાસી ટીમો ત્રણ ટેસ્ટ મૅચ રમવાની જ શરત મૂકતી હતી જેના કારણો જાણવા જરૂરી નથી. તેમના બહાનાં હતા જરૂરી સગવડોનો અભાવ. જોકે હવે સગવડો અફલાતૂન તો છે જ, પરતુ કોઈ પણ બાબતમા વાકુ કાઢવાની આદત પડી ગઈ હોય તો એ ક્યાથી જાય! કારણ એ છે કે પૈસાનો ખણખણાટ તથા આપણા દેશની આગતાસ્વાગતા, આબાદી વગેરે પરદેશી ખેલાડીઓને આઇપીએલમા રમવા દોડતા કરી દીધા છે એવુ કહેવામા કઈ જ અતિશયોક્તિ નથી. હવે તો ભારતભરમાં ટેસ્ટ, વન-ડે તથા ટી-20 માટે આશરે અડધી સદી જેટલાં મેદાનો-સ્ટેડિયમો ઉપલબ્ધ છે જે પુરવાર કરે છે કે ભારતના પ્રેક્ષકો કેટલા બધા ક્રિકેટમય થઈ ગયા છે અને રમતગમત એટલે ક્રિકેટ અને ક્રિકેટ એટલે રમતગમતએ સમીકરણ રેડિયોના આંખ દેખ્યા અહેવાલની અંગ્રેજી-હિન્દી કૉમેન્ટરીએ જબરી ચાહત રમત તરફ ઊભી કરી હતી. જોકે હવે કહી શકાય કે ચોક્કસ રીતે ભારતમાં અન્ય રમતોએ ગજબનું ગજું કાઢ્યું છે.
અગાઉ ભારતમાં એક કે ત્રણ ટેસ્ટની શ્રેણી રમાતી ત્યારે મુંબઈના બ્રેબૉર્ન સ્ટેડિયમનું નામ પહેલાં આવતું હતું. વિશ્વભરમાં સર્વશ્રેષ્ઠ સ્ટેડિયમ તરીકે ક્રિકેટ ક્લબ ઑફ ઇન્ડિયા (સીસીઆઇ)નું બ્રેબૉર્ન સ્ટેડિયમ અને ક્રિકેટ એવા તો એકમેક થઈ ગયા હતા કે ભારતમાં ટેસ્ટ મૅચ રમાવાની હોય તો સૌથી પહેલાં બ્રેબૉર્નનું જ નામ લેવાતું હતું. અહીં ટેસ્ટ મૅચો ઉપરાંત દેશની તમામ પ્રસિદ્ધ ટૂર્નામેન્ટો પણ રમાતી હતી.
1960ના દાયકામાં એમસીએ અને સીસીઆઇ વચ્ચે એમસીએને સીસીઆઇના ક્લબ હાઉસમાં કેટલી સીટો ફાળવવી એ વિશે મતભેદ થયો હતો. પાસ સંબંધમાં કડવાશ ઊભી થઈ હતી અને સીસીઆઇના પ્રમુખ વિજય મર્ચન્ટ જેમની ગણના ભારતમાં જ નહીં, પણ વિશ્વભરમાં સર્વશ્રેષ્ઠ ઓપનિંગ બૅટ્સમૅન તરીકે થતી હતી તેમની એમસીએના પ્રમુખ તથા મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર શેશરાવ વાનખેડે અને તેમના સભ્યો સાથે મીટિંગ થયા કરી હતી, પરંતુ છેવટે `કડવાશ’ એટલી બધી વધી ગઈ કે વાનખેડેએ જાહેર કર્યું કે હવે તો એમસીએ પોતાનું હોમ સ્ટેડિયમ બનાવીને જ રહેશે.
તેમનું એ સપનું સાકાર કરવા માટે એ સમયના મુખ્ય પ્રધાન વસંતરાવ નાઇકે ચર્ચગેટ, મરીન લાઇન્સના રેલવે ક્રોસિંગ અને હૉકી સ્ટેડિયમ આગળ જગ્યા ફાળવી દીધી હતી. યુદ્ધના ધોરણે સ્ટેડિયમ અને મેદાન બનાવવાની શરૂઆત થઈ અને 40થી 42 હજાર પ્રેક્ષકો સમાઈ શકે એવું સ્ટેડિયમ ઊભું કરી દેવામાં આવ્યું હતું.
એ જમાનામાં (1950થી 1990ના દાયકા સુધી) રેડિયો કૉમેન્ટરીનો આંખે દેખ્યા અહેવાલનો અવાજ ભારતભરમાં ગૂંજતો હતો. કોઈ પણ અગત્યની મૅચ પહેલાં આકાશવાણીમાં ઑલ ઇન્ડિયા રેડિયોના સત્તાધીશો તેમ જ કૉમેન્ટેટર્સ તથા સ્કોરરની બેઠક મળતી હતી. ત્યારે વાનખેડેની ટેસ્ટ પહેલાં આગલા દિવસે મુંબઈ આકાશવાણીના મુખ્ય વહીવટકાર એચ. એસ. દલાલ (જેઓ પારસી હતા) અનુભવી વહીવટકાર હતા. એ મીટિંગમાં વિજય મર્ચન્ટ, મશહૂર કૉમેન્ટેટર ડિકી રત્નાગર, સુરેશ સરૈયા, વગેરે સાથે ચર્ચા થઈ હતી જેમાં દલાલે જણાવ્યું કે ક્રિકેટ મૅચમાં રમત દરમ્યાન જો કોઈ તોફાન થાય કે કોઈ વિવાદ થાય તો ક્રિકેટ મૅચના વર્ણન સિવાય બીજા કોઈ પ્રસંગનો કૉમેન્ટરીમાં ઉલ્લેખ ન કરવો.
મૅચમાં ક્લાઇવ લૉઇડે જ્યારે ડબલ સેન્ચુરી (242 રન) ફટકારી ત્યારે નાના ઉત્સાહી છોકરાઓ લૉઇડને ફૂલના હાર પહેરાવવા દોડી આવ્યા હતા. અમ્પાયરો રુબેન અને નાગેન્દ્રએ પિચ બચાવવા એ ઉત્સાહી પ્રેક્ષકોને હટાવ્યા ત્યારે અચાનક મુંબઈ પોલીસના હવાલદારે લાઠી વીંઝી એમાં એક-બે બાળકને પગમાં વાગી હતી અને લોહી નીકળ્યું હતું. ત્યારે સ્ટેડિયમમાં 40,000 જેટલા પ્રેક્ષકો હતા.
અચાનક જ હાલના વિજય મર્ચન્ટ સ્ટૅન્ડ આગળ કોઈ ઉશ્કેરાયેલા પ્રેક્ષકોએ આગ લગાડી હતી. જોકે કૉમેન્ટરીમાં મૅચ દરમ્યાન શું શું બન્યું એ જ કહેવાયું હતું. પ્રેક્ષકને થયેલી ઈજા પોલીસના ડંડાથી થઈ છે એ વાત જાહેર નહોતી કરાઈ, નહીં તો એવી ભીતિ હતી કે આખું સ્ટેડિયમ બળીને ખાક થઈ જાત.
મુખ્ય પ્રધાન વસંતરાવ નાઇક હાંફતા હાંફતા દોડી આવ્યા અને કૉમેન્ટરી બૉક્સમાં આવીને વિજય મર્ચન્ટને કહ્યું કે `વિજયભાઈ, તમે જાહેર કરો કે ઈજા પામેલો છોકરો હવે સ્વસ્થ છે અને તેનો સરકારી ઈલાજ ચાલે છે અને શાંતિ જાળવી રાખવા અપીલ કરો.’ વિજય મર્ચન્ટે મોઢા પર આંગળી રાખીને આકાશવાણીના ઇન્ચાર્જ એચ. એસ. દલાલ તરફ આંગળીની મદદથી ઈશારો કર્યો કે કૉમેન્ટરીમાં ઘટના વિશે કંઈ પણ બોલવાની મનાઈ કરાઈ છે.
ખુદ દલાલ સાહેબે વિજયભાઈને બે હાથ જોડીને વિનંતી કરી કે `તમે કૉમેન્ટરીમાં જાહેર કરો કે ઈજાગ્રસ્ત છોકરો હવે સ્વસ્થ છે અને સરકાર તેની સારવાર કરાવી રહી છે.’ વિજયભાઈએ જાદુઈ અવાજમાં અને આગવી શૈલીમાં એ છોકરાની સ્વસ્થતા વિશેની જાણકારી આપી અને પ્રેક્ષકોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી. રેડિયો કૉમેન્ટરીની (વિજયભાઈના અવાજની) વાનખેડેના હજારો પ્રેક્ષકો પર એવી જાદુઈ અસર થઈ કે ક્ષણવારમાં પિનડ્રૉપ સાયલન્સ થઈ ગયું હતું. આગના બનાવને પગલે અગ્નિશામક દળના બંબાની ઉપસ્થિતિ બાદ સ્ટેડિયમમાં શાંતિ છવાઈ હતી અને અતિ મહત્ત્વની વાત એ છે કે લોકો પિચ પર દોડી આવ્યા હતા છતાં પિચ ખરાબ નહોતી થઈ.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને