Budget 2025 CBDT Chairman large  connection    this percent  taxpayers follow  caller   taxation  Regime

નવી દિલ્હી : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને બજેટમાં(Budget 2025)મધ્યમવર્ગને રાહત આપતા 12 લાખ રૂપિયા સુધીની આવકને કરમુક્ત કરવાની જાહેરાત કરી. જેની બાદ હવે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ ના ચેરમેને કહ્યું કે સરકારના આ પગલા પછી હવે દેશના 97 ટકા કરદાતાઓ નવી કર વ્યવસ્થા અપનાવવા માટે પ્રેરિત થશે.

આ પણ વાંચો: Budget 2025: ભારતે બજેટમાં પાડોશી દેશોનો પણ રાખ્યો ખ્યાલ, આટલા કરોડની કરી ફાળવણી…

હાલ 8.5 કરોડ વ્યક્તિગત કરદાતાઓ

સીબીડીટીના આંકડા મુજબ દેશમાં હાલ 8.5 કરોડ વ્યક્તિગત કરદાતાઓ છે અને તેમાંથી લગભગ 75 ટકા લોકોએ નવી કર વ્યવસ્થા અપનાવી લીધી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હવે સરકારે ટેક્સ સ્લેબમાં ફેરફાર કરીને 12 લાખ રૂપિયા સુધીની આવકને કરમુક્ત કરી દીધી છે. તેથી હવે 90 ટકાથી 97 ટકા કરદાતાઓ આ નવી કર પ્રણાલીમાં જોડાઈ શકે છે.

અસર વૃદ્ધિના સ્વરૂપમાં અર્થતંત્ર પર પડે છે

નિષ્ણાતોના મતે નવી કર વ્યવસ્થામાં કરવામાં આવેલા આ મોટા ફેરફારનો હેતુ સ્પષ્ટ છે. સરકારે મધ્યમ વર્ગને પૂરતી રાહત આપવા માટે ટેક્સ સ્લેબમાં આ ફેરફાર કર્યો છે. ભારતીય અર્થતંત્ર માટે પણ સકારાત્મક છે અને વિકાસને પ્રોત્સાહન આપશે. સીબીડીટીના ચેરમેને કહ્યું કે એકવાર વૃદ્ધિ થાય છે પછી વપરાશ વધે છે અને લોકો ખર્ચ કરે છે, જેની સીધી અસર વૃદ્ધિના સ્વરૂપમાં અર્થતંત્ર પર પડે છે.

નવી ટેક્સ સિસ્ટમમાં ITR ફાઇલ કરવાનું વધુ સરળ

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસના ચેરમેન રવિ અગ્રવાલે જૂની કર વ્યવસ્થાની સુસંગતતા અંગેના પ્રશ્નોના જવાબ આપતા જણાવ્યું હતું કે આજે બંને કર પ્રણાલીઓ અમલમાં છે. કરદાતાઓ પાસે બંને વિકલ્પો છે અને જે ફાયદાકારક છે તેને પસંદ કરી શકે છે. 12 લાખ રૂપિયાની આવકને કરમુક્ત કરવાનો સરકારનો નિર્ણય અર્થતંત્ર માટે સારો છે અને હાલમાં ટેક્સ ફાઇલિંગ પ્રક્રિયા ખૂબ જટિલ નથી અને નવી ટેક્સ સિસ્ટમમાં ITR ફાઇલ કરવાનું વધુ સરળ બનશે.

9 કરદાતાઓને કરમુક્તિ મળશે

કેન્દ્ર સરકારે 12 લાખ રૂપિયા સુધીની આવક પર કરમુક્તિની જાહેરાત કર્યા બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે એક કરોડ વધારાના કરદાતાને આનો ફાયદો થશે. જો આપણે વ્યક્તિગત કરદાતાઓની સંખ્યા પર નજર કરીએ તો, 10 પગારદાર કર્મચારીઓમાંથી ફક્ત એક જ કર ચૂકવશે જ્યારે 9 કરદાતાઓને કરમુક્તિ મળશે.

89.8 ટકા કરદાતાઓ પર કોઈ કર જવાબદારી રહેશે નહીં

આકારણી વર્ષ 2023-24 માટે આવકવેરા રિટર્ન ડેટા અનુસાર, 7.5 કરોડ પગારદાર વ્યક્તિઓએ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યા હતા. જેમાંથી 5.89 કરોડ કરદાતાઓની વાર્ષિક આવક 7 લાખ રૂપિયાથી ઓછી હતી. જેના કારણે તેમને કરમુક્તિ મળી હતી. હવે નાણામંત્રીના મતે કરમુક્તિ મર્યાદા વધારીને 12 લાખ રૂપિયા કર્યા પછી આ યાદીમાં 1 કરોડ વધારાના કરદાતા ઉમેરાશે. ત્યારબાદ તેમની સંખ્યા વધીને 6.77 કરોડ થશે. આનો અર્થ એ છે કે કુલ 89.8 ટકા કરદાતાઓ પર કોઈ કર જવાબદારી રહેશે નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને