delhi-election-result-see-the-viral-memes

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાના ચૂંટણી પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. ચૂંટણી પંચની વેબસાઇટ પ્રમાણે, હાલ ભાજપ 45 સીટ અને આમ આદમી પાર્ટી 25 સીટ પર આગળ છે. કૉંગ્રેસ ખાતું ખોલાવવામાં ફરી એક વખત કમનસીબ રહી છે. દિલ્હીના પરિણામોને લઈ સોશિયલ મીડિયા પર મીમ્સનું ઘોડાપૂર આવ્યું છે. યૂઝર્સે વિવિધ પ્રકારના મીમ્સ બનાવીને વહેતા કર્યા હતા.

ચૂંટણી પંચ અનુસાર દિલ્હીમાં કુલ 60.54 ટકા મતદાન થયું હતું. મતદાન બાદ મોટા ભાગના એક્ઝિટ પોલમાં ભારતીય જનતા પાર્ટી 27 વર્ષ બાદ સરકારમાં વાપસી કરી રહી હોવાનું અનુમાન લગાવાયું હતું. જોકે આમ આદમી પાર્ટીના કેજરીવાલે તમામ એક્ઝિટ પોલ નકારતાં સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.

Also read: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પડધમ શાંત, અરવિંદ કેજરીવાલે કર્યો આટલી બેઠકોનો દાવો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને