The rupee roseate  six paise against the dollar, recovering from historical  lows (Business Standard)

નવી દિલ્હી : મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું 1 ફેબ્રુઆરી 2025ના રોજ પ્રથમ સંપૂર્ણ બજેટ રજૂ થશે. જો કે તે પૂર્વે અમેરિકન ડોલર સામે નબળા પડતાં રૂપિયાને લઇને ચર્ચાએ જોર પકડયું છે. જેમાં આજે રજૂ કરાયેલા આર્થિક સર્વેક્ષણમાં(Economic Survey 2025)ગત વર્ષે ડોલર સામે રૂપિયાના અવમૂલ્યનને લઇને અનેક કારણ જવાબદાર જણાવવામાં આવ્યા હતા. જેમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા જાહેર કરાયેલા આર્થિક સર્વેક્ષણ 2024-25માં જણાવાયું છે કે ગયા વર્ષે ભૂ-રાજકીય તણાવ અને યુએસ ચૂંટણી સંબંધિત અનિશ્ચિતતા વચ્ચે રૂપિયાનું મૂલ્ય ઘટ્યું હતું.

Also work : PAN Cardને લઈને આવી મહત્ત્વની માહિતી, જાણી લેશો તો ફાયદામાં રહેશો…

ભારતના આયાત મૂલ્યમાં વધારો

જોકે ડોલર સામે રૂપિયાના અવમૂલ્યનથી ભારતના આયાત મૂલ્યમાં વધારો થયો છે. આયાત મોંધી થઇ છે. તેમજ જો આ સ્થિતિ રહી તો ભારત માટે આયાત-નિકાસને મૂલ્યને સરભર કરવું એક પડકાર બનશે.

ચલણમાં ઘટાડો એ નબળા અર્થતંત્રની નિશાની

નાણામંત્રી નિર્મલા સીતારમણ આર્થિક સર્વેક્ષણ 2024-25 રજૂ કરે તે પૂર્વે રૂપિયો 3 પૈસા ઘટીને 86.65 પ્રતિ ડોલરના સ્તરે પહોંચ્યો હતો. જયારે ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો યુએસ ચલણ સામે 86.63 પર ખુલ્યો અને પછી 86.65 પર સરકી ગયો. જે તેના પાછલા બંધ કરતા ત્રણ પૈસાનો ઘટાડો દર્શાવે છે. ગુરુવારે રૂપિયો સાત પૈસા ઘટીને 86.62 પ્રતિ ડોલર પર બંધ થયો હતો. નબળા રૂપિયાને કારણે ભારતીય શેરબજાર વિદેશી રોકાણકારો માટે વધુ આકર્ષક બની શકે છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ચલણમાં ઘટાડો એ નબળા અર્થતંત્રની નિશાની છે.

Also work : આર્થિક સર્વેમાં GDP મુદ્દે સરકારે કર્યાં મોટા દાવો, જાણો આર્થિક વિકાસની મહત્ત્વની વાતો

રૂપિયાને સ્થિર કરવા આરબીઆઇનો હસ્તક્ષેપ જરૂરી

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે, એસબીઆઇના એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે ટ્રમ્પ 2.0 ના કાર્યકાળ દરમિયાન રૂપિયો અમેરિકન ડોલર સામે 8-10 ટકા ઘટી શકે છે. અહેવાલમાં જણાવાયું છે કે અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પના આવવાથી પસંદગીના અમુક વર્ગોને નવી ઉર્જા મળી છે. જ્યારે હવે ધ્યાન વ્યાપક આર્થિક અસરો અને સપ્લાય ચેઇન પુનર્ગઠન પર કેન્દ્રિત થશે. તેમજ ભારતમાં 1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય બજેટ 2025ની જાહેરાત અને અમેરિકાના ટેરિફ સંબંધિત વલણની રૂપિયા પર ભારે અસર પડી શકે છે. ત્યારે આખરે ભારતીય રિઝર્વ બેંકે રૂપિયાના અવમૂલ્યનને સપોર્ટ કરવા દરમિયાનગીરી કરવી પડશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને