Western Railway has fixed  experimental stoppage to Bhabhar presumption    for play   train

ભુજઃ પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને બાંદ્રા ટર્મિનસ-ભુજ વીકલી એક્સપ્રેસ ટ્રેન માટે ભાભરને પ્રાયોગિક ધોરણે હોલ્ટ સ્ટેશન આપવાની પશ્ચિમ રેલવેએ જાહેરાત કરી છે.

બાંદ્રા ટર્મિનસ-ભુજ સાપ્તાહિક સુપરફાસ્ટ એક્સપ્રેસ (ટ્રેન નંબર 12959/12960) અને બાંદ્રા ટર્મિનસ-ભુજ એક્સપ્રેસ સાપ્તાહિક સુપરફાસ્ટ એક્સપ્રેસ (ટ્રેન નંબર 12965/12966) ટ્રેનોને ભાભર સ્ટેશન પર પ્રાયોગિક ધોરણે સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે

  • ટ્રેન નંબર 12959 બાંદ્રા ટર્મિનસ – ભુજ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનનો ૨૫ જાન્યુઆરી 2025થી ભાભર સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સવારનો સમય 04.42/04.44 કલાકનો રહેશે. તેવી જ રીતે ટ્રેન નંબર 12960 ભુજ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસનો તાત્કાલિક અસરથી ભાભર સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય રાતના 10.12/10.14 કલાકનો રહેશે.
  • ટ્રેન નંબર 12965 બાંદ્રા ટર્મિનસ-ભુજ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનનો 21 જાન્યુઆરી 2025થી ભાભર સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય રાતના 12.31/12.33 કલાકનો રહેશે. એ રીતે ટ્રેન નંબર 12966 ભુજ-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક એક્સપ્રેસનો 24 જાન્યુઆરી 2025થી ભાભર સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય રાતના 10.12 અને 10.14 વાગ્યે રહેશે.

આ પણ વાંચો…ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી સપ્તાહમાં જાહેર થવાની શક્યતા

પ્રવાસીઓ આ બંને ટ્રેનના સ્ટોપેજ અંગે વધુ વિગતો સ્ટેશન માસ્ટર પાસેથી લેવી તેમ જ વેબસાઈટ પરથી લઈ શકો છો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને